Nari Prahar

News Website

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સામલોદ ગામે ગરીબ પરિવાર ની મહિલાઓને અનાજની કીટનું વિતરણ.

Views: 87
0 0

Read Time:2 Minute, 10 Second

ભરૂચ તાલુકાના સામલોદ ગામે ગરીબ વિધવા બહેનોને ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા ૫૦થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે તેવામાં અનેક સામાજિક સંસ્થાઓ સહાય પૂરી પાડી તેવોને મદદરૂપ થઈ રહી છે. જે જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહ્યું છે.ત્યારે પત્રકારો દ્વારા સામાજીક ફરજ ના ભાગરૂપે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા ભરૂચ તાલુકાના સામલોદ ગામે વિધવા બહેનોને ૫૦ થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સામલોદ ગામના સરપંચ લીલાવતીબેન પંચાલ અને ડેપ્યુટી સરપંચ દક્ષાબેન પટેલ સહિત માજી સરપંચ દિપકભાઈ પટેલ,ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઈદ્રીશ કાઉજી,પૂર્વ પ્રમુખ જગદીશ પરમાર તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના મહામંત્રી જીતુ રાણા અને વિરલ રાણા,ખજાનચી સીરાજ ભીમ સહિત સભ્યો મુકેશ શર્મા,ઝફર ગડીમલ,સચિન પટેલ,હરેશ પુરોહિત,સાજીદ પટેલ ઉપસ્થિત રહી સામાજીક સેવાનું સરાહનીય કાર્ય કર્યું હતું.

આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઈદ્રીશ કાઉજીએ વધુમાં જણાવ્યું હતું કે પત્રકારત્વની સાથે સાથેઅગાઉના સમયમાં સમાજ ઉપયોગી અનેક કાર્યો હાથ ધરવામાં આવનાર છે.જેમાં વિવિધ સામાજીક સંસ્થાઓ અને સંઘના તમામ સભ્યોના સાથ-સહકારથી વધુને વધુ કાર્યક્રમો થકી સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવશે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %