Nari Prahar

News Website

આમોદ પોલીસે 21 ભેંસોને ક્રૂરતા પૂર્વક વહન કરાવતા એક ઈસમ ને ઝડપી પાડ્યો..

Views: 91
0 0

Read Time:2 Minute, 26 Second

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર ગાય અને ભેંસોના ગેરકાયદેસરના વહનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં તેઓમે કતલખાને લઇ જવામાં આવે છે અને તેમની હત્યા કરીને તેમને વેચવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં ત્રણ થી ચાર બનાવ સામે આવ્યા છે જેમાં ભરૂચ પોલીસ હરકતમાં આવી હતી.ગત રોજ રાત્રીના સમય દરમિયાન એક ટેમ્પામાં 21 જેટલી ભેંસોને ગેરકાયદેસર રીતે ક્રૂરતાપૂર્વક એક ઈસમ દ્વારા વ્હન કરવામાં આવી રહી હતી જેમાં આમોદ પોલીસ એકસનમાં આવીને ટેમ્પા સહીત એક ઈસમની ધરપકડ કરી હતી.બનાવ અંગે મળતી માહીતી અનુસાર જિલ્લામાં ગૌવંશ તથા ગૌમાસની ગેરકાનુની હેરાફેરી અટકાવવા તથા ગૌવંશને ગેરકાનુની રીતે કાતલખાને લઇ જવા જેવા ગેરકાનુની કૃત્ય સામે ભરૂચ પોલીસે ડ્રાઈવનું આયોજય કર્યું હતું.જે અનુસંધાને આમોદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન મળેલ બાતમીને આધારે વલણ થી એક આઈશર ટેમ્પામાં પશુઓ ભરીને આમોદ તરફ જઈ છે જેથી પોલીસ ધ્વરા સમની ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા, તે સમય દરમિયાન સમની તરફથી તાડપત્રી બાંધેલો આઈશર ટેમ્પો નંબર GJ 16 AV 7348 વાહનનું ચેકીંગ કરતા તેમાંથી નાની મોટી 21 જેટલી ભેંસો ખીચોખીચ રીતે ભરેલ હોય સાથે તેમને પીડા થાય તે રીતે દોરડા વડે બાંધવામાં આવી હતી. તે સાથે ટેમ્પામાં ઘાસ ચારો અને પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેથી ગેરકાનુની કામ કરનાર ઈસમ નિઝામ મહંમશા નાથુશા દીવાન રહે, હળદરવા, દીવાન માહોલ્લો, કરજણ, વડોદરા.ની ધરપકડ કરીને 21 ભેંસો જેની કિંમત 4,20,000/- સહીત આઈસર ટેમ્પો જેની કિંમત 5,00,000/- મળીને કુલ 9,20,000/-ના મુદ્દામાલને પોલીસે કબ્જે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %