ભરૂચના 280 જર્જરીત મકાનો ઉતારવા નોટિસ
ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે વસેલું પ્રાચીન નગરી છે. જેના કારણે શહેરમાં પ્રાચીન ઢબના બનેલા અનેક મકાનો અને હવેલીઓ છે. સમય જતાંની સાથે જુના ભરૂચમાં રહેતા લોકો તેમના જુના મકાનો ખાલી કરી સોસાયટી વિસ્તારોમાં વસી ગયાં હોવાથી તેમના મકાનો ખાલી પડયાં છે અથવા ભાડેથી આપ્યાં છે.
જુના ભરૂચના મોટા ભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં પડેલાં મકાનો જર્જરિત અને ખંડેર બની ગયાં છે. છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી પાલિકા આવા મકાન માલિકોને ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા નોટિસ આપે છે.આ વર્ષે પણ ભરૂચ પાલિકા દ્વારા શહેરના 280 મકાન માલિકોને તેમના જર્જરિત બનેલા મકાનો તાત્કાલીક ઉતારી લેવા અથવા તેનું સમારકામ કરાવીને સુરક્ષિત કરવાની નોટીસ અપાઈ છે. પરંતુ અમુક માલિકોના પેટનું પાણી પણ હલતું નથી. જેના કારણે આવા મકાનો ચોમાસામાં ધરાશાયી થાય ત્યારે આસપાસના માસુમ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જો પાલિકા દ્વારા આવા મકાન માલિકો સામે લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી કરાય તેવી લોક માગ ઉઠી છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.