Nari Prahar

News Website

મનુષ્યના આહારમાં દૂધના મહત્વ અંગે વેબિનાર…

Views: 92
0 0

Read Time:2 Minute, 41 Second

મનુષ્યના આહારમાં દૂધના મહત્વ અંગે વેબિનાર

વર્ષ 2001માં, યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા દૂધના મહત્વને વૈશ્વિક ખોરાક તરીકે ઓળખવા માટે વિશ્વ દૂધ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નર્મદા, નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડિયાપાડા, પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત & ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના-નર્મદા, કૃષિ વિકાસ અને ગ્રામીણ પ્રશિક્ષણ સંસ્થા અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના સહયોગથી 1 જૂનના રોજ “વિશ્વ દૂધ દિવસ” નિમિતે મનુષ્યમાં દૂધ આહારમાં વિશેષ મહત્વ ધ્યાને રાખી સામાન્ય લોકોમાં જાગરૂકતા ફેલાઈ તે હેતુથી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ દૂધ દિવસ પર વેબીનારનો વિષય પશુ આરોગ્ય અને પશુની દૂધ ઉત્પાદકતામાં વધારો કરી પર્યાવરણ, પોષણ, સામાજિક અને આર્થિક સંદેશા સાથે ડેરી ક્ષેત્રની ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ડૉ.પી.ડી. વર્મા, વરિષ્ઠ વૈજ્ઞાનિક & વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નર્મદાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું સાથે સાથે કાર્યક્રમમાં ભાગ લેનાર ખેડૂત-પશુપાલક ભાઈઓ- બહેનોને વેબીનારમાં મોટી સંખ્યામાં જોડાવવા બદલ આવકાર્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ.લાખન સિંઘ, ડાઇરેક્ટર અટારી-પુણે દ્વારા પશુપાલન થકી ટકાઉ કૃષિ પર ભાર મૂક્યો હતો અને ગુજરાતમાં દૂધના માર્કેટિંગ માટે સહકારી ક્ષેત્ર તંત્રની સરાહના કરી હતી.
વેબીનારના અંતે પશુપાલકો દ્વારા પૂછાવામાં આવેલ પ્રશ્નોનું વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા સંતોષકારક નિવારણ કરાવામાં આવ્યું હતું. અંતમાં પ્રોફે. વી.કે. પોસિયા દ્વારા વેબીનાર ઉપસ્થિત મહાનુભવ, વૈજ્ઞાનિક, અધિકારી અને ખેડૂત ભાઈઓ-બહેનોનો આભાર વ્યકત કરી કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %