*જુહાપુરા નો કુખ્યાત ‘ અઝહર કીટલી ‘ ભરૂચમાંથી ઝડપાયો, મુંબઈ ના ગેંગસ્ટર મનીયા સુરવે જેવી જમાવવા માંગતો હતો ધાક*
રાજ્યમાં એક પછી એક મોટા ગુનાઓના આરોપી પોલીસના સકંજામાં આવતા જાય છે , ત્યારે અમદાવાદ જૂહાપુરાના ફાયરિંગ , હત્યાનો આરોપી અને કુખ્યાત અઝહર શેખ ઉર્ફ અઝહર કીટલીની રવિવારે મોડી રાત્રે ગુજરાત ATS ની ટીમે ભરૂચમાંથી ધરપકડ કરી લીધી છે. પોલીસને અઝહર પાસેથી બે પિસ્ટલ પણ પોલીસે કજે કરી છે . ગુજરાત એટીએસે અઝહર કીટલીની પુછપરછ કરી હતી, જેમાં મોટા ખુલાસાઓ પણ થયા હોવાની વાત સામે આવી છે. _ અગાઉ અઝહર ઈસ્માઈલ શેખ ઉર્ફે અઝહર કીટલીએ એક વેપારી પાસેથી દોઢ કરોડની લૂંટ કરી હતી. જેના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અઝહર પર ખંડણી, હત્યાના પ્રયાસના ગુના નોંધાયેલા છે.અઝહર અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ , કમીઓ ઉપર પણ હુમલો કરી ચુક્યો છે . એટલું જ નહી , ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર પણ હુમલો કર્યો છે . અઝહર મુંબઈના કુખ્યાત ગેંગસ્ટર મનિયા સુરવે જેવી પોતાની ધાક માવવા માંગતો હતો. ગુજરાત ATS ની ટીમે ભરૂચમાંથી અઝહરની ધરપકડ કર્યા બાદ તેની પુછપરછ કરી હતી. જેમાં અનેક મોટા ખુલાસાઓ થયા હોવાની વાત સામે આવી છે . અઝહર વિશે બાતમી મળી હતી કે જુહાપુરામાં ત્રણેક વર્ષ અગાઉ ગોળીબાર કરી ફરાર થયેલો કુખ્યાત અઝહર કીટલી હાલ ભરૂચમાં છે અને તે બે પિસ્ટલ લઇને ફરે છે. ટૂંક સમયમાં જ કોઇ મોટી ઘટનાને અંજામ આપવા ભરૂચ પહોંચ્યો છે, જેના આધારે ગુજરાત ATS એ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. રવિવારે બપોર સુધીમાં ગુજરાત ATS ની ટીમ ભરૂચ પહોંચી ગઇ હતી અને ત્યાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી મોડી સાંજે અઝહર કીટલીને ઝડપી પાડ્યો હતો . ભરૂચમાં જ એટીએસની ટીમે અઝહરની પ્રાથમિક પુછપરછ કરી હતી જ્યાં તેણે થોડા સમય પહેલા કરેલી લૂંટની કબૂલાત કરી હતી . જો કે , તે લૂંટમાં હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ ન હોતી . જો કે , મંગળવારે બપોર સુધીમાં ફરિયાદીને સમજાવીને ફરિયાદ નોંધવા પ્રયાસ કરાશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતુ .





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.