ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર 1 જૂન થી 31 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરક્ષેત્રમાં માછીમારી ઉપકરણો બેસાડેલ એજીન , સ્ટેઈક નેટસ , બેરિયર્સ વિગેરે અથવા એવી કોઈ રચના ઉભી કરી શકાશે નહી. ટોર ટોર, હિલ્સા, રોઝનબર્ગ માછલી અને ઝીંગાની પ્રજાતિઓને અલગ જૈવિક લાક્ષણિકતાઓને કારણે સંરક્ષિત રાખવામાં આવી છે .આદેશની અવગણના કરી નર્મદા નદીના કિનારે આવેલ ગામો કુકરવાડા , વેરવાડા , વડવા , ભાડભૂત , કાસવા , સમની , મનાડ , મહેગામ , દહેજ , લુવારા , અંભેટા , જાગેશ્વર , સુવા , વેંગણી , કોલિયાદ , કલાદરા વિગેરે ગામોના કિનારા વિસ્તારમાં કેટલાંક સ્થળે નદીના અંદરના ભાગમાં મચ્છીમારી માટેની સીઝનની પૂર્વ તૈયારી ભાગરૂપે ખુંટા – ગલાના સ્વરૂપે નાંખવામાં આવે છે.નદીમાં ખૂંટાના કારણે માછીમારોની જાળને નુકશાન, હોળીને નુકશાન સાથે ઉંધી વળી જતા હોનારત થવાની સંભવના રહેલી છે. સાથે જ ભૂતકાળમાં ખૂંટાને કારણે અનેક વિવાદો, વિરોધની ઘટનાઓ પણ બની છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે .જિલ્લામાં આ પ્રતિબંધમાંથી બિન યાંત્રિક એક લકડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે. હુકમનો અનાદર કરનાર ઈન્ડિયન પીનલ કોડ હેઠળ શિક્ષાપાત્ર ઠરશે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત.