ભરૂચમાં તાર પર કપડાં સુકવતી માતાને વીજ કરંટ લાગ્યો ,બે પુત્રો બચાવવા જતાં એકનું મોત
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લોઢવાડના ટેકરા નીચે નદી કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંજુબેન ઉદયસંગ ઓડ તેના પરિવાર સાથે રહે છે. તેમના ઘરના પતરાને અડીને વીજ લાઈનનો વાયર પસાર થાય છે. ઓડ પરિવારે કપડાં સુકવવાનો તાર ઘરના પતરા સાથે લગાવેલો હોય ગેલવેનાઇઝની એંગલ સાથે બાંધેલો હતો.ગુરુવાર મંજુબેન વહેલી સવારના 6:30 વાગ્યાના સમયગાળામાં બહાર તાર ઉપર કપડાં સુકવી રહ્યાં હતા. તે દરમિયાન તેમને કરંટ લાગ્યો હતો.માતાને વીજ કરંટ લાગતા જ તેમના પુત્ર ભરત ઉ.વ.25 અને અર્જુન ઉ.વ 36 નાઓ તેમને બચાવવા બહાર દોડી આવ્યા હતા. બંનેય માતાને બચાવવા જતા બંનેય પુત્રોને પણ વીજ કરંટ લાગ્યો હતો.જોકે મોટા ભાઈ અર્જુને લાકડાનો સપાટો મારી છોડાવાનો પ્રયાસ કરતા તાર તેને વીંટળાઈ જતા તેને વધુ વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.જોકે માતા અને નાના ભાઈ ભરતને વીજ કરંટ લાગતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.એ ડિવિઝન પોલીસે દોડી આવીને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વીજ કર્મીઓ પણ સ્થળ પર દોડી આવીને વાયરને હટાવવાની કામગીરી હાથ ધરી છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.