ભરૂચના નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામે ગૌચરની જમીનમાં કોરી ક્ર્સર પ્લાન્ટ એલ એન્ડ ટી કંપની દ્વારા નાંખવામાં આવતા ગ્રામજનોએ પ્લાન્ટ બંધ કરાવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામે એલ એન્ડ ટી કંપની દ્વારા પ્લાન્ટ નાખવામાં આવ્યો છે જે ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોની ખેતી અને પશુપાલકોને નુકસાનકારક હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે, પ્લાન્ટના કારણે તેમના જીવનું જોખમ છે અને ધૂળની ડમરીઓ તથા ધ્વનિ પ્રદૂષણના કારણે ગંભીર બીમારીનો ભોગ બને તેવી દહેશતના વ્યક્ત કરવામાં આવી છે. સાથે પ્લાન્ટ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.