Nari Prahar

News Website

તિરુપતિ ઓર્ગેનિકનું કેમિકલ વેસ્ટનો કેનાલમાં નિકાલનું કૌભાંડ ઝડપાયું..

Views: 87
0 0

Read Time:2 Minute, 19 Second

વડોદરા એલસીબીની ટીમે 13 ડિસેમ્બરે અંપાડ કેનાલ પાસેથી સલ્ફ્યુરીક એસિડ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. પોલીસે ટેન્કરના ચાલક પ્રકાશ થાવરચંદ આહીરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા ટેન્કરમાં સલ્ફ્યુરીક એસિડ હોવાનું અને તિરુપતી ઓર્ગેનિક્સ પ્રાઈવેટ લિમિટેડ, પ્લોટ નં. ૫૯૦૬/૧,૨,૩ જીઆઇડીસી, અંકલેશ્વરનું ઇન્વોઇસ મળી આવ્યું હતું. આ અંગે વડોદરા તાલુકા પોલીસે GPCBને જાણ કરાતા તપાસમાં તિરુપતિ ઓર્ગેનિક દ્વારા સ્પેન્ટ સલ્ફ્યુરીક એસિડનો ઉપયોગ નિયમો મુજબ ન કરાતો હોવાનું જણાયુ હતું.ડ્રાઇવર પ્રકાશ થાવરચંદ આહીરના નિવેદનમાં કેમિકલ અંપાડ પાસેની ઇસીપી કેનાલમાં નિકાલના ફિરાકમાં હોવાનું જણાવ્યું હતું. કંપનીના ડાયરેક્ટરો, અધિકારીઓ, વહિવટકર્તા, ડ્રાઇવર પ્રકાશ થાવરચંદ આહીર અને ટેન્કર માલિક જશપ્રીતસિંગ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જે આધારે વડોદરા એલસીબી પોલીસે અંકલેશ્વરની તિરુપતિ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્તાહર્તા વર્કીંગ સુપરવાઇઝર સતવીરસિંગ નાયક અને મેઇન ઓપરેટર યુધ્ધવીરસિંગ જાટને ઝડપી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.અંકલેશ્વરની તિરુપતિ ઓર્ગેનિક કંપનીએ છેલ્લા 2 મહિનાથી સલ્ફ્યુરિક એસિડનો જથ્થો ટેન્કરમાં ભરીને વિવિધ સ્થળે ઠલવાવ્યો હોવાની શંકાના આધારે પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. કંપનીના 2 કર્મચારીને ઝડપી પાડી 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. જોકે ટ્રાન્સપોર્ટર હજુ ઝડપાયા નથી. કંપનીમાંથી નીકળતો એસિડનો જથ્થો અંપાડ સિવાય બીજા કયા કયા સ્થળે ઠલવાતો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %