વિલાયત જી.આઈ. ડી.સી ઇન્ડસ્ટ્રીઝ એસસોશિયેસન દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓને નવી બોલેરો જીપ વાગરા પોલીસ સ્ટેશન માટે એનાયત કરવામાં આવી હતી.
જિલ્લા પોલિસ વડા એ જણાવ્યું કે ઔધોગિક રીતે વિકસી રહેલ ભરૂચ માં પોલિસ આવશ્યક જરૂરિયાતો થી સંપન્ન રહે તે માટે સતત સહયોગ મળતો રહે છે. વાગરા તાલુકા માં વિલાયત, સાયખા અને અન્ય વિસ્તારો માં પેટ્રોલિંગ માટે વિલાયત એસસોશિયેશન દ્વારા અપાયેલ જીપ ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે વિલાયત ઉદ્યોગ મંડળ ના પ્રમુખ મહેશ વશી, સેક્રેટરી શ્રી હરીશભાઈ જોષી, બાસુકી નાથ, નિર્મલસિંહ યાદવ, પ્રગનેશ પટેલ, જયેશ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.વાગરા પોલીસ મથક ના પી.એસ.આઈ રાણા સહિત અન્ય પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.