Nari Prahar

News Website

રાજ્ય સરકારે ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી..

Views: 78
0 0

Read Time:2 Minute, 10 Second

નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને પણ નજીકનો લાભ મળશે. ભરૂચ-નર્મદા જિલ્લાના વાલી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી. રાજ્ય સરકારે ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.જેને કારણે નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને પણ નજીક નો લાભ મળશે એનાથી ભરૂચ-નર્મદા જિલ્લાના વાલી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું છે કે બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા અંગેની રાજ્ય સરકારની નીતિ અન્વયે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મેડિકલ કમિશનર દ્વારા ગુજરાતના ભરૂચમાં આવેલી ડો. કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ અને રીસર્ચ ઇન્સ્ટિટ્યુટએ ભરૂચ ખાતે મેડિકલ કોલેજ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત કરી હતી.જે અન્વયે ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે ૧૫૦ બેઠકો સાથે મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે ભરૂચની હયાત સિવિલ હોસ્પિટલનો અપડેટ કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરવાની પ્રથમ તબક્કે 300 પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે. નાયબ મુખ્યમંત્ત્રી પટેલે ઉમેર્યું કે હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 34 મેડિકલ કોલેજ કાર્યરત છે. ભરૂચ ખાતે આ નવી મેડિકલ કોલેજના નિર્માણ થકી 150 બેઠકો ઉમેરાતા હવે રાજ્યમાં 6150 જેટલી તબીબી શિક્ષણ માટેની બેઠકો ઉપલબ્ધ બનશે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %