ભરૂચ – મંગળવાર – ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે અને તેમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે.
વર્ષ 2026 માં લેવાયેલી આ પરીક્ષામાં ભરૂચ જિલ્લાના કુલ 2449 વિદ્યાર્થીઓ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવિષ્ટ થયા છે. મેરિટમાં સ્થાન મેળવનાર આ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને શાળા પસંદગીની પ્રક્રિયા તારીખ 8-5-2026 થી શરૂ કરવામાં આવી છે, જે 15-5-2026 સુધી ચાલશે.
ભરૂચ જિલ્લામાં વર્ષ 2022-23 થી 2025-26 સુધીમાં આ યોજના હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે, જેમાં ધોરણ 9 ના 427, ધોરણ 10 ના 423 અને ધોરણ 11 ના 386 મળીને કુલ 1226 વિદ્યાર્થીઓ હાલમાં આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી રહ્યા છે. આ યોજના હેઠળ શિષ્યવૃત્તિના દરોમાં વિવિધતા રાખવામાં આવી છે; જેમાં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹6,000, જ્યારે એમપેનલ્ડ નોન-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹22,000 આપવામાં આવે છે. તેવી જ રીતે, ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹7,000 અને એમપેનલ્ડ નોન-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹25,000 ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.