Nari Prahar

News Website

ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. આર. ધાંધલનો વિદાય સમારંભ યોજાયો.

Views: 120
0 0

Read Time:2 Minute, 21 Second

ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર. ધાંધલની રાજ્ય સરકાર દ્વારા બદલી થતાં, ગતરોજ કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ શ્રી એન.આર. ધાંધલના જિલ્લામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી અને તેમની નવી નિમણૂક માટે શુભકામનાઓ પાઠવી હતી.સમારંભમાં જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા જિલ્લા સેવાસદનના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમને સ્મરણિય અને સન્માનસભર વિદાય આપી હતી.

ભરૂચ જિલ્લામાં ત્રણ વર્ષના સેવાકાળ દરમિયાન તેઓશ્રીએ નોંધપાત્ર કામગીરી કરી હતી. શ્રી એન.આર. ધાંધલની તા. ૧૭/૦૮/૨૦૨૨ના રોજ ભરૂચ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લામાં વિવિધ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતા તેમણે અનેક વિકાસ કાર્યોને પ્રોત્સાહિત કર્યા.હોદ્દાની રૂએ બૌડાના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની ફરજ બજાવતા તેમણે ભરૂચ શહેર માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું સુચારુ આયોજન અને અમલીકરણ કર્યું હતું, જેને કારણે શહેરને ગુણાત્મક વિકાસની દિશામાં આગળ વધારવામાં મદદ મળી હતી.શ્રી એન.આર. ધાંધલ તા. ૦૯/૧૨/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લામાંથી વિદાય લઈ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના કાર્યાલયમાં અંગત સચિવ તરીકે નવી જવાબદારી સંભાળશે. જિલ્લા વહીવટીતંત્ર, અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની નવી ભૂમિકામાં સફળતા પ્રાપ્તિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %