Nari Prahar

News Website

સીનીયર સિટીઝન ફોરમ (ડી એન) ના સદસ્યોએ ઉમીયા માતા ધામ ઉંઝા અને મહુડી સહિત ધાર્મિક સ્થળોનો પ્રવાસ કર્યો

Views: 152
0 0

Read Time:1 Minute, 56 Second

ચરોતર એજયુકેશન સોસાયટી આણંદ ના મંત્રી કેતન પટેલના સહયોગથી સિનિયર સિટીઝન ફોરમ (ડી.એન) નો ધાર્મિક સ્થળોનો એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામા આવ્યું હતું. મંગળવારે પરોઢિયે સિનિયર સિટીઝન ફોરમના સદસ્યો સાથેની બે પ્રવાસી બસ ડીએન કેમ્પસથી રવાના થઇ હતી. પ્રવાસ શરુ કરતા પહેલા ફોરમના પ્રમુખ મહેશ પટેલે પ્રાર્થના હોલમા પ્રવાસ દરમ્યાન ધ્યાન રાખવાના સુચનો કર્યા હતા. આ પ્રવાસ મા 105 જેટલાં સિનિયર સિટીઝન જોડાયા હતા. પહેલા અમદાવાદ ગાંધીનગર રોડ પર વૈષ્ણવ દેવી માતા મંદિરમાં દર્શન કર્યા હતા.ગાંધીનગર ખાતે આવેલ BAPS સ્વામી નારાયણ સંસ્થા દ્રારા સંચાલિત અક્ષર ઘામ મંદિરના દર્શન કર્યા હતા. બાદમા પ્રવાસી બસ મહુડી પહોંચી હતી. અહીં સૌ સીનીયર સીટીજનો એ સુખડીની પ્રસાદી આરોગી હતી. નજીક ના કોટયર્ક ઘામ ખાતે બપોર ના ભોજનની લિજ્જત માણી હતી. સાંજના ઉંઝાના મા ઉમિયા માતા ના મંદિરે પહોંચી સૌ સદસ્યોએ આરતી દર્શનનો લાભ લીધો હતો. ઉંઝા ખાતે રાત્રિ ભોજન કરી સૌ સિનીયર સીટીજનો આનંદ પ્રમોદ કરતા આણંદ પરત ફર્યા હતા. પ્રવાસના આયોજનને સફળ બનાવવા મંત્રી જી એન ભાવસાર અને કારોબારી સદસ્યો બાબુભાઇ પ્રજાપતિ, હરીશ ભટ્ટ, હેમંત પુરોહિત આર કે સોની રાજેન્દ્ર પાંડે ચંદ્રકાંત કાછિયા એ જહેમત ઉઠાવી હતી.

(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ )

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %