ઓક્ટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે રાજ્ય સરકારશ્રી દ્વારા ‘કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫’જાહેર કરવામા આવ્યું છે. જેના અનુસંધાને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઑનલાઇન અરજીઓ કરવા માટે તા.૧૪/૧૧/૨૦૨૫ થી ૧૫ દિવસ સુધી ખુલ્લું મુકવામા આવ્યું છે, આ પેકેજ હેઠળ લાભ મેળવવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે. ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેની ભરૂચ જિલ્લાના સર્વે ખેડૂતોએ નોંધ લેવા ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી