ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને અંકલેશ્વર ઔધોગિક વસાહત મંડળના દ્વારા જીઆઇડીસી અંકલેશ્વર ખાતે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અંતર્ગત સ્વદેશી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિધ્યાપીઠના પ્રોફેસર અને વિધ્યાર્થીઑ દ્વારા સ્વદેશી અંગેના વિચારો અને પ્રેઝેંટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં સ્વાવલંબન, સ્વદેશી અને સરદાર વલ્લભભાઈ પટેલ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી વસ્તુનો વપરાશ કરવા અંગે જરૂરી સૂચનો આપી સ્વદેશી અપનાવવા માટે, અને એકતા શપથની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સેમિનારમાં જીઆઇડીસી વહીવટી સંકુલના સ્ટાફ, જીઆઇડીસી નોટિફાઈડ વિસ્તારની કચેરીના સ્ટાફ તેમજ અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના ઉદ્યોગોના હોદ્દેદારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી