ભરૂચ ખાતે તાજેતરમાં ૬૯મી SGFI અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધા યોજાયેલ હતી. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખેલાડી અંડર-૧૭ વયજૂથમાં એરિક કલ્પેશ પરમાર, વ્રજ કૌશલ પટેલ અનુક્રમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે અંડર ૧૪ વયજૂથમાં રેયાંશ રાજેશ મકવાણાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરોક્ત ખેલાડીઓની ગુજરાતની ટીમમાં પંસદગી કરવામાં આવ્યા છે. આગામી ડીસેમ્બર ૨૦૨૫માં SGFI રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા દેવાસ, મધ્ય પ્રદેશ ખાતે યોજાનાર છે જેમાં એરિક, વ્રજ અને રેયાંશ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ ખેલાડીઓ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી ખાતે કોચિંગ મેળવી રહ્યા છે. જિમખાના અંકલેશ્વરના સેક્રેટરીશ્રી મનીષ શ્રોફ અને કોચ વાજિદખાન એચ પઠાણ દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યું હતું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.