અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રકમાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસકર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાદમીવાળી ટ્રક નંબર NL-01-L-7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જોકે વધુ સઘન તપાસ કરતા પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટ્રકમાંથી રૂ. 1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26 હજાર નંગ બોટલ કબજે કરી હતી.આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.વિદેશી દારૂનો મોટો જથ્થો કરછના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી