Nari Prahar

News Website

વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોર દ્વારા તેજસ્વી તારલાઓ ના ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજાયો.

Views: 8
0 0

Read Time:2 Minute, 59 Second

વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોર દ્વારા તા.૧૨/૧૦/૨૫ ને રવિવારના રોજ નીલકમલ પાર્ટી પ્લોટ ડાકોર ખાતે વહોરા સમાજ ટ્રસ્ટ, ડાકોર દ્ધારા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે સમાજના પ્રમુખ જીયાઉદ્દીન એ. વહોરાની અધ્યક્ષતામાં તાલુકા લેવલે (સેવાલિયા, ડાકોર, ઉમરેઠ, કાલસર, ધુણાદરા, અંધાડી, ઠાસરા) ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મેહમાન તરીકે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, ચરોતર સુન્ની વહોરા સુધારક મંડળ, 68 સમાજ ગુજરાત રાજ્ય ના પ્રમુખ હાજી નુરૂલ હસન વહોરા (અમદાવાદવાળા), ચરોતર સુન્ની વહોરા કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લી. મહેમદાવાદના ચેરમેન હાજી યાસીનભાઈ મન્સૂરી, ચરોતર કો. ઓપ. ક્રેડિટ સોસાયટી, ઉમરેઠના ચેરમેન હાજી ગુલામઅહમદ વહોરા (કેરીવાલા) જનાબ સલીમભાઈ મન્સૂરી મહેમદાવાદવાળા , જનાબ ઈદરીશ ભાઈ મન્સૂરી (ક્રિસ્ટલ),ડાકોર નગર પાલિકા પ્રમુખ શ્રી વિપુલભાઈ શાહ, શ્રી ડૉ. હરેન્દ્ર ભાઈ પંડ્યા, જનાબ ફિરોજભાઈ મહુધાવાળા , જનાબ હાજી ઐયુબ ભાઈ અંગાડીવાળા, જનાબ ઇરશાદ ભાઈ વહોરા વિગેરે મેહમાનો હાજર રહ્યા હતા. આ કાર્યકમમાં MBBS, Pharmacy, B.com ધો. 10, ધો. 12, સહીત દરેક ક્ષેત્રે પાસ થયેલ કુલ 42 વિદ્યાર્થીઓને ટ્રોફી સાથે ઇનામ આપી સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સમાજ દ્વારા ચાલતી આર્થિક સહાય યોજના હેઠળના કુલ ૭ લાભાર્થીઓ તથા સ્કોલર શીપ યોજના હેઠળના કુલ ૧૧ વિદ્યાર્થીઓને આમંત્રીત મહેમાનોના હસ્તે યોજનાઓના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તથા ડાકોર વહોરા સમાજના કુલ ૨૭ ભાઈઓને સમાજ તરફથી ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતમાં સમાજના સેક્રેટરી ઈરફાનભાઈ યુ. વહોરા એ આ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ આવેલા તમામ મહેમાનો, દરેક કારોબારી સભ્યો, વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમાજના સેક્રેટરી ઇરફાન યુ વહોરા એ કર્યું હતું.

(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %