Nari Prahar

News Website

‘કોઈ પણ દેશ દબાણ લાવીને આપણા દેશને નમાવી ન શકે’:સી.આર.પાટીલે દુકાનોમાં ‘સ્વદેશી’ સ્ટીકર લગાવ્યા, કહ્યું-આપણામાં એકજૂટતા તો હોવી જ જોઈએ

Views: 6
0 0

Read Time:2 Minute, 9 Second

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુરતમાં સક્રિય થયા છે. તેઓ અંબાનગર ખાતે આવેલી પોતાની ઓફિસ સામેની દુકાનોમાં ‘સ્વદેશી’ સ્ટીકર લગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે દેશનું નામ લીધા વગર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું, જેમાં તેમણે દેશની આર્થિક સ્વતંત્રતા અને એકજૂટતા પર ભાર મૂક્યો. સી.આર.પાટીલે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈ પણ દેશ દબાણ લાવીને આપણા દેશને નમાવી ન શકે. તેમણે કહ્યું કે, “એકજૂટતા તો આપણામાં હોવી જ જોઈએ.” આ નિવેદનને તાજેતરમાં અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ૫૦% ટેરિફ સાથે જોડવામાં આવી રહ્યું છે, જોકે સી.આર.પાટીલે કોઈ દેશનું નામ લીધું ન હતું. તેમણે ખાસ કરીને સુરત અને ગુજરાતના લોકોને આ દિવાળી પર ‘વોકલ ફોર લોકલ’ અને સ્વદેશી અપનાવના આગ્રહનું પાલન કરવા વિનંતી કરી. તેમણે વેપારીઓને પણ અપીલ કરી કે સરકારે GSTમાં ઘટાડો કરીને જે લાભ આપ્યો છે, તે ગ્રાહકો સુધી પહોંચાડે અને માત્ર પોતાની પાસે જ ન રાખે. સી.આર.પાટીલે કહ્યું કે, GST ઓછો થવાથી ગ્રાહકોને ફાયદો થશે, તેમની ખરીદ શક્તિ વધશે અને આખરે વેચાણમાં વધારો થશે. આનાથી વ્યાપાર ચક્ર ફરી ઝડપથી ગતિમાન બનશે. તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં મળેલ આ તકનો લાભ લેવા અને દેશને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવા પર ભાર મૂક્યો હતો.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %