Rotary Club of Bharuch Heritage દ્વારા આજે સવારે 10:30 વાગ્યે દલાલ સ્કૂલ ખાતે CCTV કેમેરા ઇન્સ્ટોલેશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળાના વિદ્યાર્થીઓની સલામતી વધારવી અને સંસ્થાની સતત દેખરેખ સુનિશ્ચિત કરવી રહ્યો હતો.
આ કાર્યક્રમ Rotary Club of Bharuch Heritageના “સુરક્ષા અને શિક્ષણ” અભિયાનના ભાગરૂપે યોજાયો હતો, જેમાં સમાજમાં શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓને ટેકો આપવા અને સુરક્ષા સુવિધાઓ પૂરું પાડી રહી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો:
1.સમીર પટેલ – Secretary , RCB Heritage
2. અસમા પટેલ – સક્રિય સભ્ય, RCB Heritage
3.અયૂબ પટેલ – સભ્ય, RCB Heritage
4. સાઇયદ ઝૈનુલ આબિદ્દીન – સભ્ય, RCB Heritage
5. તલકિન જમિંદાર – પૂર્વપ્રમુખ, Rotary Club of Bharuch
6. રિઝવાણા જમિંદાર – પૂર્વપ્રમુખ, Rotary Club of Bharuch
ઉપસ્થિત મહેમાનો અને શાળાના સ્ટાફે આ પહેલને ખૂબ પ્રશંસા આપી હતી અને Rotary Heritageના કામગીરીની પ્રશંસા કરી હતી.
અંતે, Rotary Club Bharuch Heritageના સભ્યો દ્વારા આવનારા દિવસોમાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે વધુ સેવાકાર્યો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.