વડોદરા રેન્જ પોલીસ આઇ.જી.પી. સંદિપ સિંહનાઓએ લોકસભા સામાન્ય ચુંટણી-ર૦૨૪ પ્રક્રિયા દરમ્યાન ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ઠ, સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનીત કર્યા….
તાજેતરમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ન્યાયીક અને મુકત વાતાવરણમાં યોજાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સામાન્ય બની રહે અને આ ચુંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચાડે તે માટે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ હતી જે લગત છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજયના-૩, ઉત્તરપ્રદેશ રાજયના-૩, મહારાષ્ટ્રના-૨, હરીયાણા-૧, સુરત-૧ અને છોટાઉદેપુર-૧ ના મળી કુલ-૧૧ આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ, પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જના (ભરૂચ જીલ્લાના-૯ અને વડોદરા ગ્રામ્ય જીલ્લાના ૧ પોલીસ કર્મચારીઓને કુલ-૧૦ પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઇ.જી.પી.સંદિપ સિંહ નાઓએ બિરદાવી, ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કર્યા...
૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની સારી કામગીરી કરનાર વડોદરા રેન્જના પોલીસ કર્મચારીઓના નામોની યાદી
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી