Nari Prahar

News Website

અંકલેશ્વરમાં એક વેપારી રાંધણ ગેસ રીફિલિંગ કરતાં ઝબ્બે, 5 બોટલ જપ્ત..

Views: 47
0 0

Read Time:1 Minute, 31 Second

અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગરમાં કરિયાણાની દુકાનમાંથી જીઆઇડીસી પોલીસે માનવ જિંદગી જોખમમાં મૂકી ચાલતા ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે દુકાનદાર ધરપકડ કરી ગેસની બોટલ સહીત નો સામાન મળી રૂ 8200 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાની શ્રમિક વસાહતોમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહયું છે.ગેસની મોટી બોટલમાંથી રાંધણ ગેસ નાની બોટલમાં ભરીને વેચાવનું કૌભાંડ મોટાપાયે ચાલી રહયું છે. પદ્માવતી નગરમાં ધનલક્ષ્મી કરિયાણાની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડતાં દુકાનમાંથી 5 નંગ ગેસની બોટલ મળી આવી હતી.ગેસની બોટલ તેમજ ગેસ રિફિલિંગ કરવાના સાધનો મળી કુલ રૂપિયા 8,200 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મૂળ રાજસ્થાન ના હાલ સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં રહેતા સરવનકુમાર આશારામ ખટીકની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %