આજરોજ અમન વિદ્યાલય કણજરી માં મુખ્ય મેહમાન બોમ્બે કાંદિવલી કોલેજ ના વિદ્વાન પ્રોફેસર જનાબ હાજી કાકા (હાલ આણંદ ) સિરાજ કાકા (દૂધવાળા બિલ્ડર ) બોમ્બે તથા અતિથિ વિશેષ તરીકે સમાજના અગ્રણી હાજી સિરાજ ભાઈ ગની આદમ (MRF TYRE ) તેમજ મૂળ આણંદ ના અનેહાલ ઓસ્ટ્રેલિયા સ્થિત સલીમ હાજી સિકન્દર માસ્ટર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની શરૂ આત હાફિઝ સાદ અને હાફિઝ અયાન દ્વારા તીલાવતે કુરાન થી કરવા માં આવી ત્યાર બાદ બાલવાડી ના નાના ભૂલકા ઓ એ આજ ના દિન ના અનુરૂપ અભિનય ગીત રજૂ કર્યું હતું તેમજ શાળા ના પ્રથમ અને ધ્વિતીય સત્ર માં થયેલ અનેક પ્રકાર ની જુદી જુદી સ્પર્ધા ઓ ના હરિફો ને આવેલ મેહમાન ના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ સાથે અભિનંદન આપ્યા હતા આ સાથે અતિથિ વિશેસ હાજી સિરાજ ભાઈ એ પોતાના પ્રવચન માં સંસ્થા ના કાર્યો ને બિરદાવ્યા હતા અને આજ ના સમય માં શિક્ષણ નું મહત્વ સમજાવ્યું હતું તેમજ ઓસ્ટ્રેલિયા થી આવેલપોઝિટિવ વિચાર સરણી ને વરેલ સલીમ ભાઈ એ પણ સમય ની તાતી જરૂરયત પર ભાર મુક્યો હતો અને આ માટે સંસ્થા ને ભવિષ્ય માં મદદ રૂપ થવા નું જણાવેલ હતું સાથો સાથ સમાજ ના વિદ્વાન અને ખુબ ઉત્સાહી અને સમાજ ને મદદ રૂપ થનાર એવા પ્રોફેસર હાજી કાકા એ આજ ના દિવસ ને અનુરૂપ દેશની આઝાદી માં બલિદાન આપનાર બુઝૂર્ગો અને વડીલો ને યાદ કરી તેઓના આ દેશ પ્રત્યે ની ભાવના ઓ ને ઉજાગર કરી હતી, આ સંસ્થા ની કામગીરી ને બિરદાવી ને કામ કરતી ટિમ ને મુબારક બાદ આપી હતી સંસ્થા નો ટૂંક પરિચય ખજાનચી આરીફ ભાઈ એ આપ્યો હતો અને પ્રગતિ નો એહવાલ જણાવ્યો હતો આ સાથે સંસ્થા જૂન 2024 થી અમન કોમર્સ કોલેજ ની પણ શરૂઆત કરવા જઈ રહી છે તેનીજાહેરાત કરવા માં આવી હતી તેમજ મુખ્ય મેહમાન તરીકે પધારેલ હાજીકાકા દ્વારા કોલેજ બાંધકામ પેટે 10 લાખ રૂપિયા નું માતબર રકમ નું દાન આપવા માં આવ્યું હતું તેમજ હાજી સિરાજ ભાઈ ગની ભાઈ એ પણ બે લાખ એકાવન હજાર રૂપિયા નો ચેક સંસ્થા ને અર્પણ કર્યો અને આ સાથે સલીમ ભાઈ ઓસ્ટ્રેલિયા એ પણ 100 થેલી સિમેન્ટ બાંધકામ પેટે આપવાની જાહેરાત કરી હતી અને તમામ મહાનુભાવો એ સંસ્થા સાથે કાયમ માટે કોઈ પણ જરૂરત માટે પોતે મદદ રૂપ થવાની બાંહેધરી આપી હતી આ કાર્યકમ ને સફળ બનાવવા હાજી યાસીન બોરિયાવી, હાજી અહમદ શરીફ, હાજી મહમદ બાપુ , યાકુબ આવકાર, ગની ભાણા, હાજી ઉસ્માન નાથા, કાઉન્સિલર સત્તાર ભાઈ હાજી અબ્દુલ સત્તાર અમીર સાબ તથા ટ્રસ્ટી શ્રી સોહેલ ભાઈ સેક્રેટરી ઈરફાન ભાઈ સિરાજ ભાઈ પ્રમુખ મુસ્તાક ભાઈ ઉપ પ્રમુખ હાજી સિકંદર માસ્ટર સમીર કેસીન આસિફ માસ્ટર દવા વાલા રિઝવાન અને મોટી સંખ્યા માં ગ્રામ જનો વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા અંતે પોગ્રામ ની પુ્ણાહુતી રાષ્ટ્ર ગીત ગાઈ ને આવેલ મેહમાન ની આભાર વિધિ સાજીદ સર દ્વારા કરવા માં આવી કાર્યક્રમ નું સંચાલનશિક્ષિકા પ્રતીક્ષા મેડમ અને આયેશા મેડમ દ્વારા કરવામાં આવ્યું અને તમામ શિક્ષક ગણે પોતાની પુરેપુરી ફરજ પ્રત્યે ની જવાબદારી પૂર્ણ કરી હતી (રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાળા, આણંદ)
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.