ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાય છે. આ ધોરીમાર્ગ પર થતાં અકસ્માતો પૈકી ઘણાં અકસ્માતોમાં માનવ જિંદગીઓનો પણ ભોગ લેવાય છે. આ ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે. રાજપારડી નજીક સારસા તરફ જતા આ માર્ગ પર માધુમતિ નદી પર ચાર માર્ગીય કામગીરી અંતર્ગત બીજો પુલ પણ બની રહ્યો છે. આજરોજ બપોરના બે વાગ્યા આસપાસના સમય દરમિયાન ઉમલ્લા તરફથી રાજપારડી તરફ આવી રહેલું એક મોટું કન્ટેનર પુલની રેલિંગ તોડીને ખાડીમાં પડી ગયું હતું. કન્ટેનર ખાડીમાં ખાબકતા નજીકથી પસાર થતી વીજ લાઇનોને પણ નુકશાન થયું હતું. એને લઇને વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે વીજ કર્મીઓ તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા અને પરિસ્થિતિનું અવલોકન કર્યુ હતું. આટલું વિશાળ કન્ટેનર પુલની રેલિંગ તોડીને આખેઆખુ અને બેઠુ જ ખાડીમાં પડી ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ રાજપારડી પીએસઆઇ જી.આઇ. રાઠોડે તાત્કાલિક પોલીસ જવાનોને ઘટનાસ્થળે મોકલીને આપી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. કન્ટેનર ખાડીમાં પડવાની આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. તેમજ ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી