ચોમાસાની સીઝન શરુ થતા અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ફરી બિસ્માર બનતાની સાથે જ વાહનોની 15 કીમીથી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી પોતાના વાહનો લઈને ચક્કાજામમાં ફસાયા છે. દરેક ચોમાસામાં આ પ્રમાણેની સ્થિતિ ઉદ્ભવતી હોય છે. તેવામાં લોકો માંગણી કરી રહ્યા છે કે હાઈવે ઓથોરિટી ટ્રાફિક મામલે યોગ્ય પગલા ભરે.ભરૂચ જિલ્લાના અત્યંત વ્યસ્ત માર્ગોનું દર ચોમાસાની સીઝનમાં ધોવાણ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે ત્યારે ચોમાસુ શરુ થતા જ માર્ગોનું ધોવાણ થઇ રહ્યું છે. જેને પગલે માર્ગનો બિસ્માર બનતા જ વાહન ચાલકો હેરાન પરેશાન બનાવ્યા છે અંકલેશ્વર-ભરૂચ અને અંકલેશ્વરથી ખરોડ ચોકડી સુધી નેશનલ હાઇવે બિસ્માર બન્યો છે જેને પગલે દિનપ્રતિદિન વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મુલદ ટોલ પ્લાઝાથી ખરોડ ચોકડી સુધી 15 કિમિ સુધી વાહનોના પૈંડા થંભી જતા વાહન ચાલકોને યાતનાઓ વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર હાઈવેની મરામત છતાં ચોમાસાની સીઝનમાં જ હાઇવે બિસ્માર બનતા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાઇવે ઓથોરિટી યોગ્ય રીતે કામગીરી કરાવે તે અત્યંત જરૂરી છે.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી