Views: 84
Read Time:1 Minute, 15 Second
ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં એક અવાવરૂ કુવારીમાંથી નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના મુબારક પટેલ, જયેશ કનોજીયા, અતુલ વસાવા, વિનોદ વસાવાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અજગરને રેસ્ક્યુ કર્યો હતો. સેગવા ગામની સીમમાં આવેલા એક અવાવરૂ કુવારીમાં એક ખેડૂતને અજગર દેખાતા તેઓએ ગામના પુર્વ સરપંચ ગુલામભાઈને જાણ કરી હતી. ગુલામભાઈએ વન વિભાગને જાણ કરતા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યો મુબારક પટેલ તેમજ અન્ય ત્રણ સદસ્યોએ ખેતરમાં પહોંચી જઈ અજગર ના રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી હતી. આશરે પાંચ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા અજગરને સલામત જગ્યાએ મુક્ત કરી દેવાશે એમ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્ય જયેશ કનોજિયાએ જણાવ્યું હતું. અજગરને નિહાળવા ગ્રામજનો એકત્ર થયા હતા…





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.