અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટોલ પ્લાઝા નજીક વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 22 લાખનો દારૂ તેમજ કન્ટેનર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.મહારાષ્ટ્ર પુના ખાતેથી કન્ટેનર નંબર-એમ.એચ.04.કે.યુ.3872માં વિદેશી દારૂનો મોટો જથ્થો સુરત-વડોદરા તરફ જવાનો છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચ-અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી ઉભી હતી. આ દરમિયાન બાતમી વાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 9120 નંગ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે 22.24 લાખનો દારૂ અને કન્ટેનર મળી કુલ 32.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હરિયાણા ખાતે રહેતા ચાલક રમેશકુમાર શ્રીચંદ અમરસિંગ જાટ અને ક્લીનર રાજકુમાર ઉર્ફે મનીષ અશોકકુમારને ઝડપી પાડ્યો હતો. જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી