જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા નજીક આવેલ ઠારની ખડકીમાં મહાદેવ મંદિર સામે મકાન નંબર બી-13 થી 15 આવેલા છે. જેમાં એક મકાનમાં રહેતા નવીન જાદવે પોતાનું નવું મકાન બાંધવા વર્ષો જૂના મકાનને ઉતરાવા કામગીરી છેલ્લા એક અઠવાડીયાથી શરૂ કરી હતી. મંગળવારે મોડી સાંજે પણ મજૂરો કામ પૂરૂ કરી ગયાના અડધો કલાક બાદ અચાનક ધડાકાભેર તેમના મકાનને અડીને આવેલ એક મકાનની છત અને બાજુના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.આ ઘટનામાં બાજુમાં જ રહેતા જીગર કાયસ્થના મકાનમાં તેમની માતા ભાવના, પત્ની હિના તથા પુત્રી નિત્યા ઘરમાં દબાયા હતા. અચાનક ધડાકાના પગલે આસપાસના સ્થાનીકો દોડી આવ્યા હતા અને ઘરમાં ફસાયેલા ત્રણેવને હેમખેમ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ નગર પાલિકા ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ સહિત 108 અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.સલામતીના ભાગરૂપે વિસ્તારનો વિજપૂરવઠો કટ કર્યો હતો. જોતજોતામાં જુના ભરૂચમાં લોકટોળા એકત્રીત થયા હતા. સ્થાનીક કોર્પોરેટર ચિરાગ ભટ્ટ અને માજી કોર્પોરેટર રાજેશ ચોહાણ સહિતના ભાજપના અગેવાનો પણ દોડી આવી બચાવ થયેલા ઘરના સભ્યોને સાંન્તવના પાઠવી હતી.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી