હાંસોટ નવી વસાહત રામનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાહેર માર્ગ પર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. કાદવ-કીચડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંદર રોગ જન્ય મચ્છર અને માખીનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા તેમજ પાણી જન્ય રોગના દર્દી વધ્યા છે. પંચાયત દ્વારા આ વિસ્તારમાં દવાનો છંટકાવ કે સફાઈ કરવામાં આવી નથી.પંચાયત દ્વારા નાખવામાં આવેલા ડ્રેનેજ લાઈનનંુ પણ યોગ્ય નિભાવનના થતા તે પણ ઉભરાઈ રહી છે. જેને લઇ સ્થાનિક રહીશો એ રહેવું પણ મુશ્કેલ બન્યું છે આ વચ્ચે નાના બાળકો સહીત લોકો માં રોગચાળો વક્રી વધુ ફેલાઈ એ પૂર્વે પંચાયત વિભાગ દ્વારા સફાઈ કરાયે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી કેમ્પ યોજાય તેવી માંગ સ્થાનિક રહીશોએ કરી હતી.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી