- જીયોરપાટી ગામે વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ,તપાસમાં ગયેલા સભ્યને મારવાની ધમકી
નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં રોડ અને નાળાના કામમાં ગુણવત્તાનો અભાવ હોવાની ગ્રામજનોએ નાંદોદના ટી.ડી.ઓને ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે. નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં 14મા નાણાંપંચ, ગુજરાત પેટર્ન યોજના તેમજ અન્ય યોજનાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ વિસ્તારના તાલુકા સભ્ય અને નાંદોદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ મુકેશ રોહિતને પણ કરી હતી.બાદમાં મુકેશ રોહિતે આ મામલે નાંદોદ ટી.ડી.ઓને લેખિત રજુઆત કરી યોગ્ય તપાસની માંગ કરી હતી.
જીયોરપાટી ગ્રામજનોએ કરેલી ફરિયાદ મુજબ ગામમાં બનેલ રસ્તામાં સ્ટીલનો અને માટી મેટલનો ઉપયોગ કરાયો નથી, સાથે સાથે બનેલા નાળામાં પણ સ્ટીલનો ઉપયોગ ન કરાયો હોવાથી બન્યા બાદ તુરંત એમા તિરાડો પડી ગઈ છે.આ તમામ કામો સરપંચે કરી સરકારી નણામાં ભ્રષ્ટાચાર કર્યો છે.
ગ્રામજનોએ જણાવ્યું છે કે અમે ગુણવત્તા વાળુ કામ કરવા સરપંચને કહ્યું તો સરપંચે અમને એમ કહ્યું કે મારી અધિકારીઓ અને મોટા માથાઓ સાથે ઓળખાણ છે મારા બિલ પાસ થઈ જશે.ગ્રામજનોએ નાંદોદ ટી.ડી.ઓને ચીમકી આપી છે કે જો આ કામોની યોગ્ય તપાસ નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.હવે આ બાબતે તાપસ થાય છે કે ભીનું સંકેલાય છે તે જોવું જ રહ્યું.





Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી