Nari Prahar

News Website

ચાર મહિનાથી ગોંધી રખાયેલી સીએ છાત્રાનું મોત: અલ્પા બેહોશ રહે તે માટે ચારે બાજુ યુરિન ભરેલા વાસણો ગોઠવ્યા હતાં: એકલી રખાતી: કાકાના ઘરેથી ટિફિન આવતું..

Views: 88
0 0

Read Time:11 Minute, 56 Second

પરિવાર જમવાનું પણ ન બનાવતો: ઘરમાં કેરબા, વાસણો અને કોથળીઓમાં માનવ મુત્ર ભરી રાખવા અંગે પરિવારે મો ફેરવી લીધુંરાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા સાધુ વાસવાણી રોડ ઉપર બનેલી એક ઘટનાએ શહેરીજનોને કેટલાંક લોકોની માનસિકતા અને પોતાના જ પરિવાર પ્રત્યેની ક્રુર લાગણી વિશે વિચારતા કરી દીધા છે.

આ ઘટના સેજપાલ પરિવારની છે અને અલ્પા સેજપાલ નામની સીએનું ભણેલી વિદ્યાર્થિની ડીપ્રેશનમાં આવ્યા બાદ મોતની ગતર્મિાં ધકેલાઇ ગઇ હતી. છેલ્લા ચાર-ચાર મહિનાથી પોતાના જ ઘરમાં બેભાન જેવી હાલતમાં જીવી રહેલી અલ્પા સેજપાલનું આજે સવારે સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું. અલ્પા સેજપાલની આ હાલત માટે કોણ જવાબદાર છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ કયાંક ને કયાંક તેના પરિવારજનો ઉપર આંગળી ચીંધવામાં આવી રહી છે. હદ તો ત્યારે થઇ ગઇ કે જયારે અલ્પા સતત બેભાન હાલતમાં રહે તે માટે પરિવારજનોએ તેના બેડની આસપાસમાં યુરિન ભરેલા વાસણો ગોઠવ્યા હતાં. આ યુરિનની ગંધથી જ અલ્પા બેભાન રહેતી હતી. આમ તો અલ્પાના માતા-પિતા, બહેન, કાકા બધા જીવીત જ છે પરંતુ સાધુ વાસવાણી રોડ પરના આ ઘરમાં અલ્પા એકલી જ રહેતી હતી. તેનો પરિવાર તેના માટે જમવાનું પણ બનાવતો ન હતો અને તેથી તે કયારેક કાકાના ઘરેથી આવતું ભોજન લેતી હતીં તો કયારેક બહારથી આવતા તૈયાર પડીકા ખાઇને પેટ ભરતી હતી. ગઇકાલે સાંજે જ્યારે ડોકટરોએ તેની સારવાર કરી ત્યારે તેણે છેલ્લા એક અઠવાડિયાથી અન્નનો દાણો પણ મોઢામાં ન નાખ્યો હોય તેવું સ્પષ્ટ થયું હતું. આજે આજકાલની ટીમે જ્યારે અલ્પાના ઘરે જઇને તેના પરિવારજનો સાથે મુલાકાત કરી ત્યારે બધાએ મોઢા સીવી લીધા હતાં. ખાસ કરીને અલ્પાની આસપાસ કેરબા, વાસણો અને કોથળીઓમાં માનવ મુત્ર શા માટે ભરી રાખ્યું છે ? તે બાબતે કોઇ એક શબ્દ બોલવા તૈયાર ન હતું. આ બનાવે રાજકોટ શહેરમાં ભારે ચચર્િ જગાવી છે.ગઇકાલે સામાજિક સંસ્થાની કાર્યકતર્િ જલ્પાબેન પટેલ સાધુ વાસવાણી રોડ પર ગોલ્ડન સુપર માર્કેટ પાસે આવેલી અંબિકા સોસાયટીમાં અલ્પા મહેન્દ્રભાઇ સેજપાલનના ઘરે ગયા હતાં અને તેની આ હાલતની સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને જાણ કરી હતી. અલ્પાના ઘરમાં આજે જયારે આજકાલની ટીમે મુલાકાત લીધી ત્યારે જાણે કશું બન્યું જ હોય તેવું લાગતું હતું. એવી વિગત મળી હતી કે આજે સવારે અલ્પાના માતા અને બહેન પરિન્દા ઘરે આવ્યા હતાં અને ઘરને ચોખ્ખુ કરી નાખ્યું હતું એટલું જ નહીં જે કેરબા અને વાસણોમાં યુરિન ભર્યું હતું તે પણ ખાલી કરી ધોઇને સાફ કરી નાખ્યા હતાં. આ સેજપાલ પરિવારની રહેણીકરણી અને તેમના વાણી વ્યવહાર અંગે અડોશી-પડોશીઓને પુછ્યું ત્યારે બધાએ એકી અવાજે કહ્યું હતું કે અમે આખા પરિવારને અહીં સાથે રહેતો કયારેય જોયો નથી. આ ઘર ચારેક મહિનાથી ખુલ્યું છે અને દિવસમાં માત્ર બે વખત અલ્પાના પરિવારજનો આવતા જતાં હતાં. બધા પડોશીઓએ એકજ સરખી વાત કરી કે, અમે આ પરિવારને કયારેક બોલાવવા કે પુછવા જઇએ તો અમારી સાથે સરખી રીતે વાત કરતા ન હતાં. અમે કયારેક મદદની ઓફર કરી હતી તો તે પણ નકારી કાઢી હતી.સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે, આત્મીય કોલેજમાં ભણ્યા પછી સીએના અભ્યાસમાં જોડાયેલી અલ્પા સેજપાલ પોતાનો આત્મવિશ્ર્વાસ ખોઇ બેઠી હતી અને પોતે સીએ થઇ શકશે કે નહીં તેની સતત ચિંતા કરતી હતી. આ ચિંતામાં ને ચિંતામાં અલ્પા ડીપ્રેશનમાં આવી ગઇ હતી અને આ ડીપ્રેશને જ તેનો ભોગ લીધો છે. જોકે, કેટલાક સૂત્રોએ એવું પણ કહ્યું કે અલ્પાને જે બિમારી લાગુ પડી હતી તે બિમારીથી તેના પરિવારજનો ત્રાસી ગયા હતાં અને અલ્પા કાયમ માટે પથારીવશ જ રહે અને બેભાન હાલતમાં જ રહે તે માટે તેની આસપાસમાં યુરિન ભરેલા વાસણો અને કેરબા રાખી મુકતા હતાં. આ યુરિનની ગંધથી જ અલ્પા બેભાન હાલતમાં રહેતી હતી. તેના પરિવારજનો તેને જમાડવા માટે આવતા ત્યારે જ ઘરનું બારણું ખુલતું હતું.

આજકાલની ટીમે જયારે આ ઘરની તપાસ કરી ત્યારે તેમાં બે વોશમ પણ હતાં પણ તેનો કયારેય ઉપયોગ થયો હોય તેવું લાગતું ન હતું અને યુરિન વાસણોમાં ભરી રાખવામાં આવતું હતું. આશ્ર્ચર્યની વાત એ છે કે એક તરફ આજે અલ્પા સેજપાલે હોસ્પિટલમાં છેલ્લા શ્ર્વાસ લીધા હતાં અને બીજી તરફ તેના પરિવારજનોએ ઘરે જઇને યુરિન ભરેલા વાસણો અને કેરબા ગટરમાં વહેતા કરી દીધા હતાં. આ કારણે તેના ઘરની આસપામાં દુર્ગંધ પણ મોટા પ્રમાણમાં ફેલાઇ ગઇ હતી.પોલીસે આજે આ પરિવારજનો પાસે કેટલીક વિગતો જાણવા માગી હતી અને યુરિન ભરેલા વાસણો માગ્યા હતાં પરંતુ પરિવારજનોએ યુરિન ફેંકી દીધા પછી વાસણો સાફ કરી અને પોલીસને આપ્યા હતાં. આ સમગ્ર પ્રકરણમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે પરંતુ તેનો સ્પષ્ટ જવા હજુ સુધી નથી પોલીસને મળ્યો કે નથી શહેરની જનતાને મળ્યો.અલ્પા મને બહુ વહાલી હતી : અમે તેની બધી જ જરૂરિયાત પુરી કરતામૃતક અલ્પા સેજપાલના કાકાનું કહેવું હતું કે અલ્પા સીએનો અભ્યાસ કરતા ડીપ્રેશનનો શિકાર બની હતી. ડીપ્રેશનમાંથી બહાર આવવા માટે તેને અમદાવાદ મોકલી હતી ત્યાં તે થોડો સમય રહીને સ્વસ્થ થઇ અને રાજકોટ પરત ફરી હતી. અહી આવીને એમબીએમાં એડમિશન લીધું હતું. અલ્પા અમને ખૂબ વહાલી હતી એટલે અમારી શક્તિ નહી હોવા છતાં પણ અમે તેને ભણાવતા. તેના ભણવાનો સંપૂર્ણ ખર્ચ શારદાબેન ઉઠાવતા હતાં.

કોરોનાના કારણે એમબીએ પૂર્ણ કરી શકી નહી અને છેલ્લા છ મહિનાથી તે વધુ ચિંતામાં રહેતી. છેલ્લા અઠવાડિયાથી તેની માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને તે આખો દિવસ સુતી રહેતી. અલ્પાને ઘરનું જમવાનું ભાવતું નહી તેથી અમે તેને વધું પડતા બહારના પડીકા જ ખવડાવતા હતા. અલ્પાનો ભણવાનો ખર્ચ ઉઠાવનાર બેન નર્સ હતાં એટલે તે જ તેની માનસિક બીમારીની સારવાર કરતા. જ્યારે અલ્પાના પપ્પાનું કહેવું હતું કે અમે સવાર સાંજ માતાજીને બે અગરબતી કરીને પ્રાર્થના કરતા કે તેઓ અમારી દીકરીને ઝડપથી સ્વસ્થ કરે. જોકે ઘરમાં મળેલા યુરીનના ભરેલા બેરલ વિશે પૂછતા મૃતકના પરિવારજનોએ મૌન સેવ્યું હતું અને વાત બદલવાની કોશિશ કરી હતી.અલ્પાને છેલ્લા સાડા ચાર મહિનામાં માત્ર એક જ વાર જોઈ: પાડોશીઅલ્પા સેજપાલના પાડોશીએ જણાવ્યું હતું કે, અલ્પાની માતા અને બહેન ક્યારેક જોવા મળતાં. તેઓ કોઈ સાથે બોલતા કે મદદ લેતા નહી. આજે અલ્પાના ઘરની આસપાસથી અત્યંત યુરીનની જ દુર્ગંધ આવી રહી હતી. પાડોશીના જણાવ્યા અનુસાર તેઓના ઘરે રસોઈ કરવામાં આવતી નહી કે તેઓ પાણી પણ ભરતા જોવા મળતાં નહી. જ્યારે આજે પણ મૃતકના ઘરની પાણીની ટાંકી ખાલી જોવા મળી હતી અને કેટલાય દિવસથી ભરી ના હોય એવી સ્થિતિ હતી.

આજે ઘરની સાફસફાઈ અને વાસણોમાં ભરેલા યુરિનનો નિકાલ કરતા આજુબાજુના ઘરોમાં યુરીનની વાસ ફેલાઈ હતી. જ્યારે ઘર બારીમાં જારી અને કાપડથી અવાજ બહાર જાય નહી તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અલ્પાને જે ઘરમાં રાખવામાં આવતી હતી ત્યાં અન્ય કોઈ સામાન નહી હોવાનું પણ પાડોશીનું કહેવું હતું. અગાશી કે ફળિયું ક્યારેય સાફ નહી કરતા હોવાનું પણ પાડોશીઓ પાસેથી જાણવા મળેલ છે. અલ્પાના માતા અને બહેનનું મૂંગા મોઢે આવવું અને ચાલ્યા જવું એવું જ વર્તન રહેતું. તેઓને બોલાવતા પણ તેઓ અત્યંત રૂડ જવાબ આપતાં હોવાનું પાડોશીઓનું કહેવું હતું.યુવતીની સા૨વા૨ અંગેના પ્રિસ્ક્રીપ્શન સહિતની માહિતી મેળવાઈ ૨હી છે:

પીએસઆઈ બ૨વાડીયામૃતક યુવતિના પ૨િવા૨જનોની પોલીસ દ્રા૨ા પૂછપ૨છ હાથ ધ૨વામાં આવતાં તે બિમા૨ હોવાનું અને તેની દવા પણ ચા૨ેક વર્ષ્ાથી ચાલતી હોવાનું જણાવ્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ બ૨વાડીયાએ યુવતિની કયાં તબીબ પાસે દવા ચાલતી હતી અને કઈ કઈ બિમા૨ી હતી. તે માટે તબીબોના પ્રિકસેપ્શન મેળવવાની કાર્યવાહી હાથ ધ૨ી છે. જલ્પા પટેલે અમને પુરતી સારવાર કરવા ન દીધી: બહેન પરીન્દીમૃતક અલ્પાની બહેન પરીદીએ જલ્પા પટેલ ઉપર આક્ષેપ કરતા કહયું હતું કે જલ્પા પટેલે પોતાનું નામ મોટું કરવા અમને અમારી બહેનની સારવાર કરવા દીધી નથી. મને મારી બહેનને મળવા પણ દીધી નથી.

અલ્પા બીમાર હતી જ્યારે જલ્પાએ જબજસ્તી અમારા ઘરમાં ધુસીને અલ્પાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. અમે અલ્પાની ઘરે જ સારવાર કરી રહ્યાં હતાં. પરંતુ જલ્પા પટેલના હિસાબે મેં મારી બહેન ગુમાવી છે.જરૂર પડ્યે યુવતીના માતાપિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશું : જલ્પા પટેલચાર મહિનાથી ઘરમાં ગોંધી રાખેલી યુવતી અલ્પા સેજપાલને છોડાવીને સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ બાબતમાં પોલીસની મદદ લીધી હતી. ચાર માસથી યુવતીને શા માટે પોતાના જ ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી તે સવાલ થયો છે. પરંતુ યુવતીના પરિવારજનોએ યુવતીને ઘરમાં ગોંધી રાખવાની વાતથી સાફ ઇનકાર કર્યો હતો . આથી જરુર પડ્યે યુવતીના માતાપિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું જલ્પા પટેલે જણાવ્યું હતું.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %