–
ત્યારે મંગળવારે મુખ્ય માર્ગ પર ઓવરલોડેડ શેરડી ભરેલી ટ્રક ની એક્સેલો (પાટાઓ) તૂટી જતા ઉભેલી ટ્રક પલટી મારી હોવાનો વિડીયો વાઇરલ થતા લોકોમાં અચરજ સાથે ભય ફેલાયો છે.
ભરૂચ જિલ્લાની ઝઘડિયા પટ્ટી પર ઓવરલોડેડ રેતી, માટી સહિતના ખનીજો ઓવરલોડેડ ભરેલા વાહનો બેફામ દોડી રહ્યા હોવાની બુમો અવારનવાર ઉઠતી રહે છે. જેના કારણે જીવલેણ અકસ્માતો સાથે રસ્તાઓની પણ દુર્દશા સર્જાઈ છે. ડિસેમ્બર માંજ ભરૂચ ખાણ ખનીજ વિભાગે ભુમાફિયા અને ઓવરલોડેડ વાહનો પર તવાઈ બોલવવાની શરૂઆત કરી હતી.
ત્યારે મંગળવારે ઝઘડિયા મુખ્ય માર્ગ પર વિચિત્ર ઘટનાનો વાયરલ થયેલા વિડીયોએ ચકચાર મચાવી છે. ડબલ એક્સેલ 6 પૈડાંની ટ્રક નું વજન 20000 કિલો (20 ટન) જેટલું હોય છે. એ જ ટ્રકમાં 15 ટન જેટલી શેરડી ભરેલી હોય એક્સેલ પાટાઓ ઓવરલોડેડ ટ્રક ને કારણે તૂટી પડતા જમણી તરફની એક્સેલો બેસી જતા ઉભેલી ટ્રકે પલટી મારતા રસ્તા પર જ ટ્રક ઉંધી વળી ગઈ હતી. ટ્રક માં રહેલો ડ્રાઈવર પણ ધડામ દઇ સીટ પર બેઠા બેઠા જ જમીન પર પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. ટ્રક ઉંધી પડતા ઓવરલોડેડ શેરડી રસ્તા પર રેલમછેલ થઈ ગઈ હતી. જો ટ્રક ની બાજુમાં અન્ય કોઈ વાહન હોત કે ચાલુ ટ્રકે આ બનાવ બન્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાત.
હાલ તો વાયરલ વિડીયો એ લોકોમાં હાસ્યનું મોજું પણ ફેલાવ્યું છે સાથે જ ભયનો માહોલ પણ ઉભો કર્યો છે.





Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી