Nari Prahar

News Website

ડુપ્લીકેટ તમાકુનો પર્દાફાશ: ભણવાડમાંથી દ્વારકા એલસીબીએ ડુપ્લીકેટ બાગબાન 138 તંબાકુના 18720 પાઉચ ઝડપી 2ની કરી ધરપકડ.

Views: 81
0 0

Read Time:1 Minute, 27 Second

દ્વારકાના એસપી સુનિલ જોશીની સૂચના મુજબ અને તેની દ્વારકાના પીઆઇ જે એમ ચાવડા અને PSI વી એમ ઝાલાના માર્ગદર્શન હેઠળ ભણવાડમાં મળેલ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમ્યાન ભાણવડ ટાઉનના પીપળાશેરીમાં રહેનાર શાહનવાઝ ઉર્ફે સાવન અનિશ મલેક તેના ઘરમાં ડુપ્લીકેટ તમાકુનું વેચાણ કરી રહ્યો હોવાની મળેલ જાણકારી મુજબ રેડ કરતા બાગબાન તમાકુના પાઉચના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો અને ટ્રેડમાર્કના કંપની અધિકૃતો દ્વારા આ માલની ખરાઈ કરવામાં આવતા ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. સઘન પૂછપરછ કરાતા આ જથ્થો અમરેલી જિલ્લાના ચલાલા ગામેથી લાવવામાં આવેલ હોવાનું ખુલતા પોલીસે તપાસનો દોર અમરેલી સુધી લંબાવ્યો છે. આ બાબતે ત્રીજો આરોપી વિશાલ કુંભાર, ચલાલા, અમરેલી ફરાર જોવા મળેલ છે. એલસીબી દ્વારા બાગબાન 138 તમાકુના 18720 પાઉચ કુલ મુદ્દામાલ રૂ 93600 નો કબજે કરી 2 આરોપી શાહનવાઝ મલેક અને પુનિત વલ્લભ પતાણી ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %