Nari Prahar

News Website

ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

Views: 10
0 0

Read Time:2 Minute, 28 Second

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના હેઠળ તાલુકા પ્રોજેક્ટ મેનેજર શ્રી આશિષભાઈના સુપરવિઝન હેઠળ અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામે તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી સત્પાલભાઈના સુપરવિઝન હેઠળ ભરૂચ તાલુકાના શાહપુરા ગામે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અને સ્વયંપ્રેરિત કુલ 125 જેટલા ખેડૂતને તાલીમ આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, આ બંને તાલીમનું આયોજન સંબંધિત ગામની કૃષિ સખી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમ દરમ્યાન જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર કમ રિસોર્સ પર્સન શ્રી એસ.જે. ગોહિલ ખાસ હાજર રહી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ મહત્વના આયામો, રવિ પાક તેમજ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ સફળતાપૂર્વક અપનાવી શકાય તે અંગે વિસ્તૃત સમજણ આપી હતી.

ખેડૂતોને લાઈવ ડેમો દ્વારા બીજામૃત અને જીવામૃત બનાવવાની પદ્ધતિ, તેમાં રાખવાની કાળજી અને તેના યોગ્ય પ્રમાણમાં ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત રસાયણિક ખેતીના જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર પડતા હાનિકારક પ્રભાવો અંગે ખેડૂતોને અવગત કરાવ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત ખેડૂતોને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સ્વદેશી ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરીને દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવાના શપથ લીધા હતા. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અને પ્રેરણા ફેલાવવાના હેતુસર આ બંને સ્થળોએ સ્વયંપ્રેરિત રીતે 125 ખેડૂતોને તાલીમ અપાઈ હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %