Nari Prahar

Category: Uncategorized

  • નડિયાદ રૂરલમાંથી રૂ. 4.80 લાખનો દારૂ ઝડપાયો, સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી..!

    નડિયાદ રૂરલમાંથી રૂ. 4.80 લાખનો દારૂ ઝડપાયો, સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી..!

    અરેરા ગામમાં ક્રેટા કારમાંથી 2315 બોટલ IMFL જપ્ત, કુલ મુદ્દામાલ રૂ. 14.80 લાખ; 4 વોન્ટેડ..

    તા. 14/09/2026,નડિયાદ / ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક જી.એસ.મલિક, IPS દ્વારા રાજ્યમાં ગેરકાયદે દારૂ-જુગારની પ્રવૃતિ ડામવા આપેલી સૂચના અન્વયે સ્ટેટ મોનિટરિંગ સેલે ખેડા જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે.

    સ્ટેટ મોનિટરિંગ સેલના પો.ઈન્સ. બી.એચ. રાઠોડે તા. નડિયાદ, જિ. ખેડાના અરેરા ગામ, મોટી ખડકી ફળિયા ખાતે રેઈડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ / બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

    જપ્ત મુદ્દામાલ:- દારૂ/બિયરની પેટી નંગ – 70 (આશરે)

    કુલ બોટલ નંગ – 2315-

    દારૂની કિંમત – રૂ. 4,80,692

    વાહન નંગ – 01 (ક્રેટા કાર) + અન્ય મુદ્દામાલ

    કુલ મુદ્દામાલ – રૂ. 14,80,692/-

    આ રેઈડ દરમ્યાન 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે.

    1. દારૂ ભરેલ ક્રેટા કાર લાવનાર ડ્રાઈવર / માલિક

    2. વિદેશી દારૂનો જથ્થો મોકલનાર

    3. જથ્થો મંગાવનાર (બે અન્ય)

    આ અંગે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુ.ર.નં. 11204045260419/2026, પ્રોહી એક્ટ કલમ 65(એ)(ઈ), 81, 83, 98(2), 116(બી) તથા BNS કલમ 336(2), 336(3), 340(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે…

  • જંબુસર-૧ ઘટકની આંગણવાડીઓમાં ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ..

    જંબુસર-૧ ઘટકની આંગણવાડીઓમાં ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ..

    ભરૂચ, સોમવાર: જંબુસર-૧ ઘટક દ્વારા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ‘પોષણ ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

    આ અંતર્ગત વિવિધ પ્રકારના કઠોળ અને દાળનો ઉપયોગ કરીને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દૈનિક આહારમાં કઠોળ અને દાળના ઉપયોગ તેમજ તેમાંથી મળતા પ્રોટીનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

    રંગોળી સ્પર્ધા દ્વારા બાળકોના વાલીઓ, કિશોરીઓ અને સ્થાનિક લાભાર્થીઓને સંતુલિત તથા પ્રોટીનયુક્ત આહારના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ ઉજવણીમાં આંગણવાડી કેન્દ્રોની કિશોરીઓ, બાળકોના વાલીઓ તથા સ્થાનિક લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

    ઉપસ્થિત સૌએ પોષણક્ષમ અને સંતુલિત આહાર અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.

  • લોડિંગ રિક્ષા ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા..,અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂ. 2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

    લોડિંગ રિક્ષા ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા..,અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂ. 2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

    અમદાવાદ શહેરમાં લોડિંગ રિક્ષા ચોરી કરતી ગેંગ સામે કાર્યવાહી કરતાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ચોરીની લોડિંગ રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ સાથે નારોલ અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.

    ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ હ્યુમન સોર્સિસ તથા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લોડિંગ રિક્ષા ચોરી કરતી ગેંગના સભ્યો મોહંમદ શાહરૂખ મોહંમદ હનીફ કુરેશી, ગુલફામ ઉર્ફે ડી.જે. કલામુદ્દીન કમરૂદ્દીન કુરેશી અને મોહંમદ શકીલ સિરાજુદ્દીન હિદાયતુલ્લા અન્સારીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

    તપાસ મુજબ નારોલ સર્કલ ખાતે સ્વસ્તિક એસ્ટેટ પાછળના પાર્કિંગમાંથી તેમજ દાણીલીમડા ફૈઝલનગર વિસ્તારમાં બિસ્મિલ્લા હોટલની બાજુમાં પાર્ક કરાયેલી લોડિંગ રિક્ષાઓની રાત્રિના સમયે ચોરી કરવામાં આવી હતી. આ અંગે નારોલ અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા હતા.

    આરોપીઓ પાસેથી એક અતુલ થ્રી-વ્હીલર લોડિંગ ટેમ્પો અને એક અન્ય લોડિંગ ટેમ્પો મળી કુલ રૂ. 2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

    આરોપીઓ પૈકી કેટલાક સામે અગાઉ પણ વાહન ચોરી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

  • કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 8.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો..

    કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 8.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો..

    વડોદરા: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

    સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે. રાઠોડની ટીમે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના કોમન પ્લોટ પાસે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન દારૂ-બીયરની આશરે 66 પેટી, કુલ 2208 બોટલ/નંગ, જેની કિંમત રૂ. 8,47,920 થાય છે, તે ઉપરાંત બે વાહનો, એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 17,07,920નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

    આ કાર્યવાહીમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે આઠ આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપી તરીકે નીખિલ ભરતભાઈ તડવી (રહે. વનાલી, તા. તિલકવાડા, જિ. નર્મદા)નું નામ સામે આવ્યું છે.

    આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો છે અને કુલ નવ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • એ.એમ.ટી.એસ. બસમાં ભીડનો લાભ લઈ ચોરી કરતો શખ્સ ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે 1.50 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો.

    એ.એમ.ટી.એસ. બસમાં ભીડનો લાભ લઈ ચોરી કરતો શખ્સ ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે 1.50 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો.

    અમદાવાદ: શહેરમાં દોડતી એ.એમ.ટી.એસ. બસમાં 10 દિવસ પહેલા ભીડનો લાભ લઈ મહિલા મુસાફરોના પર્સમાંથી સોનાનું મંગળસૂત્ર અને કાનની સેરની ચોરી થઈ હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

    આ ફરિયાદના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ મારફતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ચોરી કરનાર ઈસમ માણેકચોક ખાતે ચોરીના દાગીના વેચવા જવાનો છે.

    આ બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી કરણ સ/ઓ ગણપતભાઈ બચુભાઈ વાંસપોળા, ઉ.વ. 33, રહે.જશોદાનગર, વટવા, અમદાવાદને સોનાનું મંગળસૂત્ર અને સોનાની કાનની સેર કિં.રૂ.1,50,600/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સંપૂર્ણ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.

    આ કાર્યવાહી દરમિયાન નરોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. 1119103526054/2026 બી.એન.એસ. કલમ 303(2) મુજબ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે નરોડા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરવામાં આવી છે.

  • દહેજમાં MAH યુનિટ્સની સલામતી અંગે સમીક્ષા બેઠક,ઇમરજન્સી પ્લાનિંગ, મ્યુચ્યુઅલ એઇડ અને દિવાળી વેકેશન દરમિયાન સલામતીના ચુસ્ત અમલ માટે સૂચના

    દહેજમાં MAH યુનિટ્સની સલામતી અંગે સમીક્ષા બેઠક,ઇમરજન્સી પ્લાનિંગ, મ્યુચ્યુઅલ એઇડ અને દિવાળી વેકેશન દરમિયાન સલામતીના ચુસ્ત અમલ માટે સૂચના

    ભરૂચ, શુક્રવાર: ભરૂચ-વાગરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા મેજર હેઝાર્ડ આઇડેન્ટિફાઇડ (MAH) યુનિટ્સમાં સલામતીના નિયમોનું કડક પાલન થાય તે હેતુથી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (DIA) ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

    DIAના ચેરમેન એમ. એન. મનાણી તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર વી. એ. હળવદિયાના સંયુક્ત અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે ઇમરજન્સી વ્યવસ્થાપન અને સલામતી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

    બેઠકમાં ઔદ્યોગિક અકસ્માત કે ઇમરજન્સીની સ્થિતિમાં આસપાસના કારખાનાઓ વચ્ચે મ્યુચ્યુઅલ એઇડ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ભાર મૂકાયો હતો. સાથે જ ફેક્ટરીઓની આસપાસના ગામોમાં જોખમો અને સલામતી અંગે જાગૃતિ ફેલાવવા અવેરનેસ પ્રોગ્રામ યોજવા સૂચના આપવામાં આવી હતી.

    આગામી દિવાળી વેકેશન દરમિયાન કારખાનાઓમાં પૂરતો ટેકનિકલ અને સુરક્ષા સ્ટાફ ઉપલબ્ધ રહે તથા સિક્યુરિટી કર્મચારીઓને ઇમરજન્સી કામગીરી અંગે યોગ્ય તાલીમ આપવામાં આવે તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.

    દિવાળી વેકેશન શરૂ થાય તે પહેલાં તમામ MAH યુનિટ્સમાં સેફ્ટી મોકડ્રિલ યોજવા તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત, સરકારી તંત્ર દ્વારા આગામી દિવસોમાં સંયુક્ત સ્તરે વ્યાપક મોકડ્રિલ યોજવા અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું.

    બેઠકમાં ભરૂચ-વાગરા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટના વિવિધ MAH એકમોના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી..

    પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી..

    અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે..

    બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

    તે ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી રાકેશ ઉર્ફે લાલો S/O નટુભાઈ નાનજીભાઈ ઠાકોર, ઉ.વ. 28, ધંધો: ડ્રાઈવર, રહે.ઈસનપુર, અમદાવાદ શહેર ને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

    આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

    આરોપી વિરુદ્ધ બનાસકાંઠા, પાથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11195036250420/2025 ધી પ્રોહી. એક્ટ કલમ 65(એ)(ઈ), 116(2), 98(2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

  • ગૌવંશ હેરાફેરી કેસમાં 5 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા..

    ગૌવંશ હેરાફેરી કેસમાં 5 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા..

    અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગૌવંશની હેરાફેરી અને વેચાણના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

    ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશ હેરાફેરીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઉલ્ફેઝ ઉર્ફે ગટ્ટુ રફીક ઉસ્માનભાઈ શેખ, ઉ.વ. 21, રહે. દાણીલીમડા, અમદાવાદ છેલ્લા પાંચ મહિનાથી વોન્ટેડ હતો.

    બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે.

    આરોપી વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11191028260200/2026 – ભારતીય ન્યાય સંહિતા કલમ 352 તથા પશુ સંરક્ષણ અધિનિયમ 1954 ની સુધારણા અધિનિયમ 2017 ની કલમ 5(1), 5(1-ક), 6, 6(ખ), 8(2), 8(4), 10 તથા પશુ પ્રત્યે ઘાતકીપણા અધિનિયમ 1960 ની કલમ 11(1)(ડી)(ઈ) તથા BPMC એક્ટ કલમ 335, 392 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

  • અમદાવાદમાં ગાડીના કાચ તોડી ચોરી કરનાર પિતા-પુત્રની જોડી પૈકી એક ઝડપાયો

    અમદાવાદમાં ગાડીના કાચ તોડી ચોરી કરનાર પિતા-પુત્રની જોડી પૈકી એક ઝડપાયો

    અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ફોર-વ્હીલર ગાડીના કાચ તોડી રોકડ રકમની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે.

    ચાંદખેડા વિસ્તારમાં એક મહિના અગાઉ જાહેરમાં પાર્ક કરાયેલી ફોર-વ્હીલર ગાડીના કાચ તોડી ગાડીમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે પિતા-પુત્રની જોડી પૈકીના પિતા સુજીત નારજીન્દ્રેકરને ઝડપી પાડ્યો છે.

    આરોપી પાસેથી ચોરીની રોકડ રકમ એક લાખ રૂપિયા મળી આવી છે.પોલીસે આરોપી પાસેથી એક એક્સેસ મોટરસાયકલ પણ કબજે કરી છે. રોકડ રકમ અને મોટરસાયકલ સહિત કુલ એક લાખ પંદર હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

    ઝડપાયેલ આરોપી સુજીત નારજીન્દ્રેકર, ઉંમર ૫૨ વર્ષ, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહે છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ અગાઉ પણ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

    ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાં બનેલા ગાડીના કાચ તોડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

  • હાંસોલમાં રૂ.2.70 લાખના દારૂ સાથે બે ઝડપાયા,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, એક આરોપી વોન્ટેડ..!!

    હાંસોલમાં રૂ.2.70 લાખના દારૂ સાથે બે ઝડપાયા,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, એક આરોપી વોન્ટેડ..!!

    હાંસોલમાં રૂ.2.70 લાખના દારૂ સાથે બે ઝડપાયાઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, એક આરોપી વોન્ટેડઅમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં હાંસોલ સમરથનગર નજીક કાર્યવાહી કરી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

    પોલીસે કુલ રૂ.2,70,145ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે હાંસોલ સમરથનગર પાસે દરોડા જેવી કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલાં જ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન કરણ સુનિલકુમાર તુલસિયાણી (ઉંમર 20) અને **મનીષ ઉર્ફે મણી ઉર્ફે ડી. જસ/ઓફ જગદીશભાઈ જેસરાણી (ઉંમર 30)**ને ઝડપી પાડવામાં આવ્યા છે.

    જ્યારે લાલુ ઉર્ફે રાજા કાશીચંદાનીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.પોલીસે સ્થળ પરથી રૂ.2,55,145નો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ તથા રૂ.15,000ની કિંમતના બે મોબાઇલ ફોન, મળી કુલ રૂ.2,70,145નો મુદ્દામાલ કબજે કર્યો છે.

    આ મામલે પ્રોહિબિશન એક્ટની કલમ 66(બી), 65(એ)(ઈ), 116(બી) અને 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.કરણ તુલસિયાણી અગાઉ પણ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે આરોપી મનીષ વિરુદ્ધ જુગાર, મારામારી સહિતના વિવિધ ગુનાઓ અગાઉ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે.