Nari Prahar

Category: Uncategorized

  • વડનગરમાંથી રૂ. 26.53 લાખનો મુદ્દામાલ ઝડપાયો..

    વડનગરમાંથી રૂ. 26.53 લાખનો મુદ્દામાલ ઝડપાયો..

    મહેસાણા: વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના જથ્થા સામે કાર્યવાહી કરવામાં આવી છે. મઢાસણા ચોકડી પાસે શ્રીજી હોટલ નજીક વડનગર-ઈડર હાઈવે રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની પેટીઓ મળી કુલ રૂ. 26.53 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

    સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કરેલી રેઇડ દરમિયાન આશરે 65 પેટી અને 2,862 બોટલ દારૂ-બીયર મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 6,46,641 હોવાનું જણાવાયું છે.

    દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 26,53,641નો મુદ્દામાલ કબજે કરાયો છે.આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીની ઓળખ રાજસ્થાનના જાલોર જિલ્લાના વરણવા ગામના દિનેશ કુમાર જયકિશન બિશ્નોઈ તરીકે થઈ છે.

    પોલીસે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં કુલ 9 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

  • કંડારી ગામે ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર ગામ..!!

    કંડારી ગામે ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર ગામ..!!

    કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુકુલથી પ્રારંભ થયેલી આશરે એક કિલોમીટર લાંબી તિરંગા યાત્રાએ સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.

    તિરંગા યાત્રામાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી.જે. બ્રાહ્મભટ્ટ સહિત ટી.ડી.ઓ., મામલતદાર, કરજણ પી.આઈ. અને પી.એસ.આઈ., તાલુકા પ્રમુખ બીરેન પટેલ, જયદીપસિંહ ચૌહાણ, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.માનવ કેન્દ્ર સ્કૂલના બેન્ડ સાથે નીકળેલી તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

    યાત્રામાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગાંધીજી અને ભારત માતાની વેશભૂષામાં સજ્જ બાળકો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.તિરંગા યાત્રા સમગ્ર કંડારી ગામમાંથી પસાર થતાં દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથેનું વાતાવરણ જોવા મળ્યું હતું.

    યાત્રા થકી ગામમાં દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા યાત્રાની સુરક્ષા અને વ્યવસ્થાની કામગીરી સંભાળવામાં આવી હતી.

    રિપોર્ટર : તસ્લીમ પીરાંવાલા..

  • Hello world!

    Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!