
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગૌવંશની હેરાફેરી અને વેચાણના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશ હેરાફેરીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઉલ્ફેઝ ઉર્ફે ગટ્ટુ રફીક ઉસ્માનભાઈ શેખ, ઉ.વ. 21, રહે. દાણીલીમડા, અમદાવાદ છેલ્લા પાંચ મહિનાથી વોન્ટેડ હતો.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે.
આરોપી વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11191028260200/2026 – ભારતીય ન્યાય સંહિતા કલમ 352 તથા પશુ સંરક્ષણ અધિનિયમ 1954 ની સુધારણા અધિનિયમ 2017 ની કલમ 5(1), 5(1-ક), 6, 6(ખ), 8(2), 8(4), 10 તથા પશુ પ્રત્યે ઘાતકીપણા અધિનિયમ 1960 ની કલમ 11(1)(ડી)(ઈ) તથા BPMC એક્ટ કલમ 335, 392 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply