Nari Prahar

News Website

ભરૂચ જિલ્લામાં છેલ્લા 18 દિવસમાં માત્ર 3 ઇંચ વરસાદ, ગત વર્ષની સરખામણીએ હાલ માત્ર 63 ટકા જ વરસાદ નોંધાયો

Views: 125
0 0

Read Time:1 Minute, 33 Second

ભરૂચ જિલ્લામાં આ વર્ષે અડધો ઓગસ્ટ મહિનો વરસાદ વિના તરસ્યો રહ્યો છે, છેલ્લા 18 દિવસમાં સમગ્ર જિલ્લામાં માત્ર 3 ઇંચ વરસાદ નોંધાયો છે.ગ ત 17 ઓગસ્ટ સુધીમાં મૌસમનો 100 ટકા વરસાદ વરસી ગયો હતો, જ્યારે હાલ અત્યારસુધીમાં 63 ટકા જ વરસાદ વરસ્યો છે.પ્રવર્તમાન ચોમાસું જૂનથી જ જોરદાર શરૂઆત કર્યા બાદ જુલાઈમાં શ્રીકાર રહ્યું હતું. જોકે, ઓગસ્ટના આરંભથી જ ભરૂચ જિલ્લામાં મેઘરાજા અદ્રશ્ય થઈ ગયા છે. હાલ સુધીમાં જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 4302 મિમી એટલે કે 63 ટકા નોંધાઇ ચુક્યો છે. જે ગત વર્ષ કરતા 47 ટકા ઓછો છે.ગત વર્ષે 17 ઓગસ્ટે જિલ્લામાં 6768 મિમી એટલે કે મૌસમનો 100 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો હતો.ઓગસ્ટ મહિનામાં આ વર્ષે 18 દિવસમાં માત્ર 3 ઇંચ જ વરસાદ નોંધાયો છે. જેની ગત વર્ષની સરખામણી કરીએ તો 98 ઇંચ વરસાદ ઓછો પડ્યો છે. જો હજી એક સપ્તાહ સુધી વરસાદ ખેંચાઈ જાય તો વાવણી પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે. પિયતની જમીનને તો સિંચાઈના માધ્યમથી પાણી મળી રહે તેમ છે પણ કોરાટની જમીનમાં હજારો હેકટરમાં કરેલ વાવેતર પર ખતરો ઉભો થઇ શકે છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %