ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76 અને ઝઘડિયાનું સૌથી ઓછું 77.41 ટકા રિઝલ્ટ નોંધાયું છે.બે વર્ષ કોરોના કાળ બાદ શનિવારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. ભરૂચ જિલ્લામાં 6004 નોંધાયેલા પૈકી 5964 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાના 5061 છાત્રો પાસ થતા પરિણામ 84.52 ટકા રહ્યું છે.ભરૂચ જિલ્લામાં A-1 ગ્રેડમાં 21, A-2માં 278 અને B-1માં 970 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. કેન્દ્રવાર જોઈએ તો અંકલેશ્વરનું 85.48 ટકા, ભરૂચ 80.84, ઝાડેશ્વર 82.84, જંબુસર 82.78, હાંસોટ 82.17, વાલિયા 75.99, આમોદ 90.95, દયાદરા 85.96 અને થવા કેન્દ્રનું 93.90 ટકા પરિણામ નોંધાયું છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.