ભરૂચની નર્મદા ચોકડી પાસે આજે એક એક બસમાં અચાનક આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરી મચી હતી. સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ અટકી હતી. ડ્રાઈવર પણ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો.ભરૂચની નર્મદા ચોકડી પાસેથી એસટી બસ અંકલેશ્વર ડીઝલ ભરાવવા જઈ રહી હતી. તે સમયે બસમાં અચાનક આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનો ડ્રાઈવર સમયસૂચકતા વાપરી ઉતરી જતા બચાવ થયો હતો. બસ ડીઝલ ભરાવવા માટે જઈ રહી હોય કોઈ મુસાફર ન હતા જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.