Nari Prahar

News Website

ભરૂચના વ્હોરવાડ વિસ્તારમાં ત્રણ દિવસથી સફાઈ કામદારો ન આવતા અનેક જગ્યાએ કચરાના ઢગલા, સ્થાનિકોએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી

Views: 100
0 0

Read Time:1 Minute, 19 Second

ભરૂચના વોર્ડ નંબર 10માં ત્રણ દિવસથી સફાઈ કામદારો ન આવતા અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા. જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકોએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી ગાંધીગીરી અપનાવી હતી.

ભરૂચનાં વોર્ડ નંબર 10 માં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામદારો આવ્યા ન હતા. જેના કારણે અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા અને ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું હતું. જેના કારણે સ્થાનીકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક રહીશોએ ગાંધીગીર અપનાવી હતી અને જાતે જ ઝાડું હાથમાં લઇ આ વિસ્તારની સાફ સફાઈ હાથ ધરી હતી.એક તરફ નગરપાલિકા સમગ્ર ભરૂચના વીસ્તારને સ્વચ્છ બનાવવા માટેના નેમ ધારણ કરીને બેઠું છે ત્યારે વરવી વાસ્તવિકતા કઇક અલગ જ બયાન કરે છે. સ્થાનિકો દ્વારા રોજેરોજ સફાઈ કામદારો આવે તેવી માંગ કરવામાં આવી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %