ભરૂચ નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતાં કામદારોએ જાહેર માર્ગ પર ધક્કો મારી ટેમ્પાને ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા.ભરૂચ નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવા સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ સેવાના કોન્ટ્રાક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે. ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન કલેક્ટર કચેરી નજીક અચાનક જ ખોટકાયો હતો. ટેમ્પાના ચાલકે ટેમ્પો ચાલુ કરવા અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમાં નિષ્ફળ નિવડતાં આખરે ટેમ્પામાં સવાર મહિલા કામદાર અને ચાલકે ધક્કા લગાવ્યા હતા.જાહેર માર્ગ પર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મળેલી ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં પ્રમુખ અમિત ચાવડાએ ડોર ટુ ડોર સેવા વધુ અસરકારક બનાવવા અનેક જાહેરાત કરી હતી. પરંતુ આ સેવામાં મહત્વના એવા વાહનો જ ખખડધજ હોવાથી સેવા કઈ રીતે સુવ્યવસ્થિત ચાલી શકશે એના પર એક પ્રશ્નાર્થ છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.