Nari Prahar

News Website

નેશનલ હાઈવે ને .૪૮ ( જુનો ને.હા.નં .૪૮ ) ના વડોદરા – ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/000 ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ જાણો વધુ….!!

Views: 90
0 0

Read Time:2 Minute, 22 Second

ભરૂચ- નેશનલ હાઈવે નં .૪૮ ( જુના ને.હા.નં .૪૮ ) ના વડોદરા – ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/000 ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ( ભરૂચ થી વડોદરા તરફ ટ્રાફિક વહન કરતો બ્રીજ ) જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપેરીંગ જરૂરી છે . જેથી બ્રીજ રીપેરીંગ અર્થે બંધ કરી ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ વાહનોને વડોદરા થી ભરૂચ તરફ આવતાં હોઈ હાઈવે પર ડાયવર્ટ કરી નેશનલ હાઈવે નં .૪૮ ( જુના ને.હા.નં .૪૮ ) ના વડોદરા – ભરૂચ સેકશન કિ.મી , ૧૦૮/૭૦૦ થી ૧૯૨/૦૦૦ ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ઉપર વાહનોની અવર – જવર માટે બંધ કરવો આવશ્યક જણાય છે . જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૩૩ ( ૧ ) ( બી ) અન્વયે મળેલ સતાની રૂ એ તા.૦૪-૧૦-૨૦૨૧ થી તા.૦૮-૧૦-૨૦૨૧ સુધી દિન -૦૫ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે નેશનલ હાઈવે નં .૪૮ ( જુનો ને.હા.નં .૪૮ ) ના વડોદરા – ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨૮૦૦૦ ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ કરવા હુકમ કરવામાં આવેલ છે . સદર રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો થી ભરૂચ આવતાં બ્રીજ / હાઈવે પર ડાયવર્ટ કરવા , પ્રોજેક્ટ મેનેજર વડોદરા ભરૂચ ટોલ – વે લી . , એ ભરૂચ થી વડોદરા તરફ જતાં તથા વડોદરા થી ભરૂચ તરફ અવર – જવર કરતાં તમામ પ્રકારના વાહનોને કારણે બ્રીજ / હાઈવે પર ટ્રાફિક ન થાય તેમજ મુસાફરોને અડચણ પેદા ન થાય તે હેતુસર હાઈવે ઉપરની બંને સાઈડ ઉપર પૂરતા પ્રમાણમાં સેફટી ગાર્ડની વ્યવસ્થા અવશ્ય કરવાની રહેશે એમ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %