..
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ ભરૂચ જિલ્લા કલકેટર કચેરીના સભાખંડમાં ઇન્ચાર્જ કલકેટરશ્રી યોગેશભાઈ ચૌદરીની અધ્યક્ષતામાં પ્લાસ્ટિક વેસ્ટ અને સ્વચ્છ ભારત અંતર્ગત પ્રાંત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નવા કાયદા ૨૦૧૬માં ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેમાં ૫૦ માઇક્રોનની પ્લાસ્ટિકની થેલી વાપરવાની પરવાનગી હતી. જે કાયદામાં ભારત સરકાર દ્વારા ૧ ઓક્ટોબર ૨૦૨૧ થી સુધારો કરી ૭૫ માઈક્રોનની થેલી વાપરવાની છૂટ આપવામાં આવી છે અને ત્યારબાદ ૩૧ ડીસેમ્બર ૨૦૨૨થી ૧૨૦ માઇક્રોની થેલી વાપરવાની છૂટ આપવામાં આવશે જે સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.આ બેઠકમાં સ્વચ્છ ભારત મિશન સંદર્ભે નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા તાલુકાના દરેક સ્વયંસેવકો અને જિલ્લા વહીવટીતંત્રની ભાગીદારીથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની જન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા સૂચિત કરાયા હતા.બેઠકમાં જિલ્લા કલકેટરશ્રીએ પ્રાંત અધિકારીશ્રીઓને જિલ્લામાં ૧૦૦% વેકસીનેસનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં નિવાસી અધિક કલકેટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી સોની, જીપીસીબીના અધિકારીશ્રી ફાલ્ગુન મોદી, નહેરુ યુવા કેન્દ્રના અધિકારીશ્રી તેમજ સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.