ભરૂચ જિલ્લામાં ધરતીપૂત્ર સન્માનદિનની ઉજવણી કરાશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
જિલ્લાના વાલીયા, ભરૂચ અને જંબુસર ખાતે યોજાનારા કાર્યક્રમો
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
કાર્યક્રમ ઉચ્ચપદાધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં યોજાશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ ગૂરૂવારઃ- પાંચ વર્ષ આપણી સરકારના- સૌનો સાથ સૌનો વિકાસ, સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૧ ઓગષ્ટ થી ૯ ઓગષ્ટ દરમ્યાન ભરૂચ શહેર તેમજ તાલુકા અને જિલ્લાકક્ષાએ વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજય સરકાર ધ્વારા પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે વર્ષ ૨૦૨૧-૨૨માં ખેડૂતો માટે ઉર્જા અને કૃષિ વિભાગના સંયુકત કાર્યક્રમ ધરતીપૂત્ર સન્માન દિનની ઉજવણી તા.૦૫/૦૮/૨૦૨૧ના રોજ થનાર છે. જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમ દક્ષિણ ગુજરાત વિજ કંપની સંકલનથી ભરૂચ જિલ્લામાં તા.૦૫/૦૮/૨૦૨૧ના રોજ ત્રણ સ્થળોએ એટલે કે શ્રી રંગચેતન મહિલા કોલેજ- અંકલેશ્વર – વાલીયા રોડ, વાલીયા, પંડિત ઓમકારનાથ હોલ- શકિતનાથ,ભરૂચ અને સ્વામિનારાયણ મંદિર- જંબુસર ખાતે ધરતીપુત્ર સન્માન દિનની ઉજવણી કરાશે. કાર્યક્રમમાં કિસાન પરિવહન યોજનાના પ(પાંચ) લાભાર્થી તેમજ સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટસના પ (પાંચ) લાભાર્થીઓને મંજૂરીપત્ર વિતરણ કરાશે તેમજ કિસાન પરિવહન માટે અને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટસનું નિદર્શન પણ રાખેલ છે. તા.૦૫/૦૮/૨૦૨૧ના રોજ ત્રણ સ્થળોએ એટલે કે શ્રી રંગચેતન મહિલા કોલેજ- અંકલેશ્વર – વાલીયા રોડ, વાલીયા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભમાડીયા, ભૂલેશ્વર ,ડહેલી, દેસાડ, દોલતપુર, ઇટકલા, જબુગામ ,કેસરગામ, મોખડી, મોતીપરા, નવાપરા, પીઠોર, રાજપરા, સેવડ, સીંગલા, સોડગામ, તુણા, વાંદરીયા ગામોનો સમાવેશ કરેલ છે. પંડિત ઓમકારનાથ હોલ- શકિતનાથ,ભરૂચ ખાતેના કાર્યક્રમમાં તવરા, નિકોરા,મંગલેશ્વર શુકલતીર્થ, કવિઠા, કરમાલી, કરજણ, ઓસારા, કડોદ, દેહગામ, દેરોલ, કંથારીયા, કરમાડ,મનુબર, સરનાર,ત્રાલસી, વહાલુ ગામોનો સમાવેશ કરેલ છે. સ્વામિનારાયણ મંદિર- જંબુસર ખાતેના કાર્યક્રમમાં સારોદ, વલીપોર , નોંધણા, અમનપુર મોટા, સામોજ, કાવલી ગામોનો સમાવેશ કરેલ છે. આ કાર્યક્રમ ઉચ્ચપદાધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ધરતીપૂત્રોને કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ઉકત કાર્યક્રમમાં તાલુકા સામે જણાવેલ ગામોના ધરતીપૂત્રોને પધારવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત- ભરૂચે એક અખબારી યાદીમાં જણાવાયું છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.