Nari Prahar

News Website

ભરૂચ : ટંકારીઆ સીતપોણ તરફના કાંસની સાફસફાઈ સંપન્ન થઈ.

Views: 78
0 0

Read Time:1 Minute, 45 Second

ભરૂચ : ટંકારીઆ સીતપોણ તરફના કાંસની સાફસફાઈ સંપન્ન થઈ.

 

ભરૂચ તાલુકાના ટંકારીઆથી સીતપોણ ગામ તરફ જતા વરસાદી કાંસ કે જેમાં ઝાડી, ઝાંખડા, બાવળો તેમજ નાળી તેમજ ડાળ, ડાંખળા ઉગેલા હતા અને જેના વર્ષોથી સાફસફાઈ થઇ ન હતી. જેને કારણે ચોમાસામાં પાણીનો નિકાલ અટકી ગયો હોવાથી ગામના પાદરમાં તથા ગામના નીચાણવાળા વિસ્તારોમાં કેડ સમાણા સુધી પાણી ભરાઈ જતું હતું જેથી પારાવાર નુકશાન થતું હતું.

 

ગામની વર્ષો જૂની માંગણી વિશે વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણાને ગામના સરપંચ મુમતાઝબેન, મુસ્તુફાભાઈ ખોડા તથા લાલન ઉસ્માન અને ગામ આગેવાનોએ રજૂઆત કરતા ગામની વર્ષો જૂની માંગણી ધ્યાને રાખી મધ્ય સિંચાઈ યોજના અંકલેશ્વરના પેટા વિભાગ તરફથી નિકુંજભાઈ પટેલ, પાર્થ પટેલ, તથા એમ.પી.અટોદરિયાના માર્ગદર્શન હેઠળ સરકારી મશીન દ્વારા કાંસની સાફસફાઈ કરી ઊંડો કરેલ હતો.

 

જેનાથી ગામનો વર્ષો જૂનો ગામમાં પાણી ભરાવાના પ્રશ્નનો નિકાલ થયો છે. જે બદલ ગામલોકો તંત્રનો આભાર વ્યક્ત કરે છે. આ કઠિન કામને પાર પાડવા બદલ આ મશીનના અનુભવી ઓપરેટર રાયસીંગભાઇ ખાંટને ગામ પંચાયત દ્વારા રોકડ રકમ તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %