આથી ભરૂચ શહેરની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે , ભરૂચ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરાયેલ વાહનો જેવા કે ટુ વ્હીલર , થ્રી – વ્હીલર , ફોર – વ્હીલર , તથા ભારે વાહનો માટે પોલીસ અધિક્ષકશ્રી ભરૂચનાઓના જરૂરી માર્ગદર્શન મુજબ ભરૂચ શહેર ટ્રાફિક સ્કોડ દ્વારા વાહનો ટોઇંગની કામગીરી તા .૦૯ / ૦૩ / ૨૦૨૧ થી શરૂ કરવામાં આવેલ છે . જેથી જાહેર જનતાએ પોત – પોતાના વાહનો ટ્રાફિકને અડચણરૂપ પાર્ક ને કરવા તેમજ “ નો ” પાર્કિંગમાં વાહનો પાર્ક ન કરવા ભરૂચ શહેર ટ્રાફિક સ્કોડ તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે . ભરૂચ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરાયેલ વાહનો મળી આવેથી નીચે મુજબ દંડનીય કાર્યવાહી કરવમાં આવશે . જેની નોધ લેશો.
*ટુ-વ્હીલર વાહન માટે ટોઈંગ ચાર્જ રૂ.૯૫/- અને એમ.વી.એક્ટ મુજબ ટ્રાફિક અડચણરૂપ વાહનનો દંડ રૂ.૫૦૦/- એમ કુલ ૫૯૫/- ભરવા પડશે
* થી-વ્હીલર વાહન માટે ટોઈંગ ચાર્જ રૂ.૧૪૫/- અને એમ.વી.એક્ટ મુજબ ટ્રાફિક અડચણરૂપ વાહનનો દંડ રૂ.૫૦૦/- એમ કુલ ૬૪૫/- ભરવા પડશે.
* ફોર-વ્હીલર વાહન માટે ટોઈંગ ચાર્જ રૂ.૧૯૫/- અને એમ.વી.એક્ટ મુજબ ટ્રાફિક અડચણરૂપ વાહનનો દંડ રૂ.૫૦૦/- એમ કુલ ૬૯૫/- ભરવા પડશે
*ભારે વાહન માટે ટોઈંગ ચાર્જ રૂ.૨૫૦/- અને એમ.વી.એક્ટ મુજબ ટ્રાફિક અડચણરૂપ વાહનનો દંડ રૂ.૫૦૦/- એમ કુલ ૭૫૦/- ભરવા પડશે
ઉપરોકત ટોઇંગ કરેલ વાહન ના માલિકોએ પોતાનું વાહગ્ન સ્થળ ઉપર દંડ ભરપાઇ કરી છોડાવી શકશે તેમજ જે તે વાહન માલિક હાજર નહી હોય , તો તે ટોઇંગ કરેલા વાહનો પોલીસ હેડ કવાટર્સ કાળી તલાવડી ભરૂચ ખાતે રાખવામાં આવનાર હોય , ત્યાં હાજર ફરજ પરના ડે – ઓફિસર પાસે દંડનીય કાર્યવાહી પૂર્ણ કરી વાહન પરત મેળવવું .
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.