ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ઉમલ્લા નજીક આવેલ આર.પી.એલ (રાજશ્રી પોલીફિલ) નામની કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાનો આક્ષેપ કરીને તે બાબતે યોગ્ય તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે.આ ઘટનાને લઇને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો મુજબ ધારાસભ્યએ તેમના પત્રમાં જણાવ્યું છે કે ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં ઉમલ્લા નજીક આર.પી.એલ નામની કંપની આવેલ છે. આ કંપની ખરેખર બામલ્લા ગ્રુપ પંચાયત તેમજ તવડી ગ્રામ પંચાયતની હદના વિસ્તારમાં આવેલ છે, પરંતુ હાલમાં ગ્રામ પંચાયતના લોકેશનમાં ફેરફાર કરેલ છે. આર.પી.એલ કંપની દ્વારા હવા, પાણી, જમીન સંબંધી પ્રદૂષણ ફેલાવાતુ હોવા અંગેની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા મારી સમક્ષ કરવામાં આવે છે. કંપનીના વપરાશના પ્રદૂષિત પાણીને કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે અને તે હવે પીવાલાયક રહ્યાં નથી. કંપનીની આજુબાજુના જમીન સ્તર પણ પ્રદૂષિત થવાના કારણે સ્થાનિક ખેડૂતોના પાકને અસર થાય છે. ઉપરાંત વાતાવરણમાં કાર્બન મોનોક્સાઈડનું લેવલ વધવાથી હવામાનમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જે માનવ સ્વાસ્થ્યને અસર કરે છે. હવામાનમાં પ્રદૂષક તત્વોનું સ્તર જાણવા માટે મોનીટરીંગ સિસ્ટમ રાખવામાં આવતી નથી. સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને, ખેતીને અસર થવાથી જીવન નિર્વાહ પર માઠી અસર થઇ રહી છે, જે અંગે સ્થળ તપાસ કરી નિયમ અનુસાર પગલાં ભરવા તથા તે અંગે કરેલ કાર્યવાહીની જાણ કરવા ભલામણ છે, તેમ તેમણે જિલ્લા કલેક્ટરને લખેલ પત્રમાં જણાવ્યું છે. ધારાસભ્યએ પ્રદુષણ બાબતે કરેલ રજુઆતને પગલે તાલુકામાં પ્રદુષણ ફેલાવતી કંપનીઓના સંચાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.
ભરૂચ : પ્રદુષણ ફેલાવતી કંપની સામે પગલા ભરવા ઝઘડિયાનાં ધારાસભ્યએ કલેકટરને પત્ર લખ્યો…
Views: 89
Read Time:2 Minute, 30 Second





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.