ભરૂચ- ગુરુવાર – આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–૨૦૨૬ નિમિત્તે જિલ્લા જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે જિલ્લાના તમામ નાગરિકોને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરી છે કે, તા. ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૦૬:૦૦ કલાકે ભરૂચ સ્થિત જીએનએફસી ટેમ્પલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, “યોગ એ માત્ર કસરત નથી, પરંતુ સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવન તરફ દોરી જતી એક જીવનશૈલી છે. આ વર્ષે ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં સહભાગી બની સ્વાસ્થ્યપ્રદ જીવન માટે સંકલ્પબદ્ધ બનવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉંમર વધવાની સાથે વિવિધ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોય છે. યોગ દ્વારા આવા અનેક પ્રશ્નોના નિવારણમાં મદદ મળી શકે છે. તેથી તમામ નાગરિકોએ આ કાર્યક્રમમાં જોડાઈ યોગને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવવો જોઈએ.ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો, યુવાવર્ગ, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગના સંદેશને જનજન સુધી પહોંચાડવા તથા ‘સ્વસ્થ ખેડા – સ્વસ્થ ગુજરાત’ના નિર્માણમાં સહભાગી બનવા હાર્દિક અપીલ કરવામાં આવે છે.
ચાલો, આપણે સૌ સાથે મળીને ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ની થીમને સાર્થક બનાવીએ અને ‘સ્વસ્થ ભરૂચ – સ્વસ્થ ગુજરાત’ના નિર્માણમાં સહભાગી બનીએ.






Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી